ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
27 ઓક્ટોબર 2020
બિહાર ચૂંટણી પ્રચારમાં લાગેલી ભારતીય જનતા પાર્ટી ને મોટો ઝટકો લાગ્યો છે. બિહાર ભાજપના ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ કોરોનાથી સંક્રમિત થયા બાદ હાલ પ્લાઝમાં થેરેપી લઈ રહયાં છે. તેઓ કન્વર્ઝન્ટ પ્લાઝ્મા થેરપી કરાવી ચૂક્યા છે. વાયરલ ચેપને રોકવા માટે આ ઉપચાર ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેમણે રવિવારે પ્લાઝ્મા થેરેપીનો 200 એમએલનો પ્રથમ ડોઝ અને સોમવારે બીજો ડોઝ લીધો છે.
આઇસીએમઆરએ જણાવ્યું છે કે કોવિડ -19 માટેના પ્લાઝ્મા થેરાપીને માનક સારવાર પ્રોટોકોલોમાંથી બાકાત કરી શકાય છે. કોન્વીલસન્ટ પ્લાઝ્મા થેરાપી એ કોવિડ-19 ચેપની સારવાર માટે એક પ્રાયોગિક પ્રક્રિયા છે. પ્લાઝ્મા ડોનેટ કરવું એ રક્તદાન કરવા જેવું જ છે
પ્લાઝ્મા ઉપચાર તંદુરસ્ત વ્યક્તિમાંથી માંદા વ્યક્તિમાં પ્રતિરક્ષા સ્થાપિત કરીને દર્દીઓની સારવાર કરે છે. આ ઉપચારમાં, એન્ટિબોડીઝનો ઉપયોગ ગંભીર રોગોવાળા વ્યક્તિની સારવાર માટે કરવામાં આવે છે, જ્યારે એન્ટિબોડી કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં સ્થાનાંતરિત થાય છે, ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આનાથી કોરોના ચેપ મટાડવાની શક્યતા વધી જાય છે.