ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
17 ઓક્ટોબર 2020
ભારતમાં કાંદાના પુરવઠા અને ભાવોને કારણે ભુતકાળ માં સરકારો બની છે અને તૂટી પડી હોવાના કિસ્સાઓ નોંધાયા છે. દેશમાં ડુંગળીનું ઉત્પાદન વધવા છતાં ભાવોમાં ઘટાડો ન થતા સરકારે હવે કડક પગલા લીધા છે. ભારતમાં કાંદાનું સૌથી મોટું માર્કેટ મહારાષ્ટ્ર માં લાસણગાવમાં આવેલું છે. સૂત્રો ના જણાવ્યા મુજબ દેશભરના ડુંગળીના વેપારીઓ દ્વારા ડુંગળી સંગ્રહ કરવા અને ભાવમાં વધારો કરવાની જાણકારી મળ્યા બાદ આવકવેરા વિભાગે ડુંગળીના વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા છે. દેશભરમાં 100 થી વધુ સ્થળોએ દરોડા પાડી આવકવેરા વિભાગે આ કાર્યવાહી કરી છે. જેમાં નાસિક લાસણગાવના 9 વેપારી પણ આવકવેરાના સિકંજામાં સપડાયા છે.
આવકવેરા વિભાગે દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા, ચંદીગ,, નાગપુર, નાસિક અને મુંબઇમાં ડુંગળીના વેપારીઓ પર દરોડા પાડ્યા છે. દેશભરની મંડીઓમાં ડુંગળીનો પુરવઠો વધારવાના તમામ પ્રયાસો છતાં પણ તેની કિંમતમાં વધારો થવાનું યથાવત્ છે. દેશની રાજધાનીમા આવેલી આઝાદપુર મંડીમાં સોમવારે ડુંગળીનું આગમન વધ્યું હોવા છતાં ભાવ ઘટવાના બદલે વધ્યા છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, આઝાદપુર મંડીમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં પ્રતિ કિલો પાંચ રૂપિયા એટલે કે 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે. શનિવારે આઝાદપુર મંડીમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો રૂ.35-55 હતો, જ્યારે સોમવારે જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 40-60 રૂપિયા હતો. દિલ્હી-એનસીઆર બજારોમાં છૂટક વેપારીઓ પ્રતિ કિલો રૂ. 80-100ના દરે ડુંગળી વેંચી રહ્યા છે. આઝાદપુર મંડીના મોટા વેપારી અને ડુંગળી વેપારી એસોસિએશનના પ્રમુખએ જણાવ્યું હતું કે વરસાદને કારણે મહારાષ્ટ્ર સહિતના તમામ ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં નવા પાકને ભારે નુકસાની થઈ છે, જ્યારે જૂનો ડુંગળીનો સ્ટોક ખૂબ જ ઓછો રહ્યો છે, તેથી કિંમતોમાં વધુ વધારો થવાની સંભાવના છે. પાછલા વર્ષ 2018-19માં દેશમાં ડુંગળીનું ઉત્પાદન 234.85 લાખ ટન થયું હતું….
