ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાન નીતિન રાઉતે આજે કહ્યું કે બે દિવસ પહેલા મુંબઇ અને પડોશી વિસ્તારોમાં લાંબો સમય સુધી વીજકાપ માટે મોટા પાયે તોડફોડ કરી હોવાની સંભાવનાને નકારી શકાય નહીં. પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું હતું કે સોમવારે મહાનગર અને પાડોશી થાણે અને નવી મુંબઈમાં વીજ ભંગાણ એ કોઈ નાનો મુદ્દો નથી. "અમારી ટીમ 400 કે.વી. કલ્વા-પડઘા લાઇન પર કામ કરી રહી હતી ત્યારે લાઈન સર્કિટને 1 થી 2 પર ખસેડવામાં આવી રહી હતી. પરંતુ, ત્યાં તકનીકી સમસ્યા ઉભી થતાં ખારઘર યુનિટ બંધ થઈ ગયું હતું.. એમ ઉર્જામંત્રીએ જણાવ્યું હતું.
કેન્દ્રની એક તકનીકી ટીમ મુંબઈ વીજળી નિષ્ફળ જવાના મુદ્દએ ચર્ચા કરવા આવશે સાથે જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ એક આંતરિક તપાસ સમિતિ બનાવવામાં આવશે." કેન્દ્રીય તકનીકી ટીમ એક અઠવાડિયામાં તેનો અહેવાલ રજૂ કરશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે હાલ સિસ્ટમ ઓડિટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આવી જ એક ઘટના 2011 માં પણ બની હતી.. તેના કારણોનો પણ અભ્યાસ કરવામાં આવશે..
અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીડ નિષ્ફળતાના પરિણામે સોમવારે મુંબઇ અને આજુબાજુના વિસ્તારોમાં વીજળી બે કલાકથી વધી સમય માટે ઠપ્પ થઈ ગયો હતો. જેને કારણે ટ્રેનો અટવાઈ ગઈ હતી. ઘરેથી કામ કરનારાઓને અડચણ પડી અને આર્થિક પ્રવૃત્તિને સખત માર પડ્યો છે.