ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 ઓક્ટોબર 2020
મુંબઈ પોલીસે 'ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ' (ટીઆરપી) ની છેડતી કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ પછી, અગ્રણી જાહેરાત આપનારાઓ અને મીડિયા એજન્સીઓ આવી ચેનલોને નજીકથી જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પાર્લેના ઉત્પાદનો બનાવતી કંપનીએ નિર્ણય કર્યો છે કે તે ટીવી પર પાર્લેજી બિસ્કીટની જાહેરાત નહીં આપે.
કંપનીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, સમાજમાં ઝેર ફેલાવતી સામગ્રીનું પ્રસારણ કરતી ન્યૂઝ ચેનલો પર પોતાની જાહેરાત નહીં આપે. તેમણે કહ્યું, "અમે એવી સંભાવનાઓ શોધી રહ્યા છીએ કે જેમાં અન્ય જાહેરાતકારો ભેગા થાય અને ન્યૂઝ ચેનલો પર તેમની જાહેરાતના ખર્ચ પર સંયમ રાખે. જેથી બધી ન્યૂઝ ચેનલોને સ્પષ્ટ સંકેત મળે કે તેમની ચેનલ કોઈ એજન્ડા પર નહીં ચાલે. પરંતુ જનતાને સારા અને સાચા ન્યૂઝ બતાવવા પડશે." તેમણે કહ્યું કે આક્રમકતા અને સામાજિક નુકસાનને પ્રોત્સાહન આપતી ચેનલો પર કોઈ ઉત્પાદક કંપની પૈસા ખર્ચ કરવા નથી માંગતી કારણ કે તે તેનો લક્ષ્યાંક ગ્રાહક નથી.
લોકો સોશ્યલ મીડિયા પર બજાજ અને પાર્લેજી કંપનીના આ નિર્ણયના વખાણ કરી રહ્યા છે. એક વપરાશકર્તાએ કહ્યું, 'ઉત્તમ પહેલ.' બીજા વપરાશકર્તાએ કહ્યું, 'ખૂબ સરસ. આમ વધુ ને વધુ કંપનીઓએ આ માર્ગને અનુસરવું જોઈએ.
આ ટીઆરપી શું છે!??
ટીઆરપી બતાવે છે કે કયા કયા ટીવી પ્રોગ્રામ્સ સૌથી વધુ જોવાય છે. તેમાં પરથી પ્રેક્ષકોની પસંદગી અને ચેનલની લોકપ્રિયતા જાણી શકાય છે. અને જેમ TRP વધુ તેમ ચેનલને વધુ ઍડ મળે છે. જે ચેનલો ની આવકનું મુખ્ય સાધન ગણાય છે.
