ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 ઓક્ટોબર 2020
ભારતીય નૌસેનાએ રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ લિમિટેડના (આરએનએલ) રૂ. 2,500 કરોડના નેશનલ ઓફશોર પેટ્રોલિંગ જહાજો (એનપીવી) ના કરારને રદ કર્યો છે, સૂત્રોએ જણાવ્યું કે, જહાજોની ડિલિવરીમાં વિલંબ થતાં આ કરાર રદ કરવામાં આવ્યો છે.
રિલાયન્સ ગ્રુપે તેના પૂર્વ માલિક નિખિલ ગાંધી પાસેથી ગુજરાત સ્થિત શિપયાર્ડનો હવાલો સંભાળ્યો તેના ઘણા સમય અગાઉ, 2011 માં પાંચ યુદ્ધ જહાજો બનાવવાનો કરાર કંપની સાથે કરવામાં આવ્યો હતો.
રિલાયન્સ ગ્રૂપે 2015 માં પીપાવાવ ડિફેન્સ અને ઓફશોર એન્જિનિયરિંગ લિમિટેડનો કાર્યભાર સંભાળ્યો હતો અને બાદમાં તેનું નામ બદલીને રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ લિમિટેડ (આરએનએલ) રાખ્યું હતું.
એનઓપીવી કરાર રદ થવાને કારણે આરએનએલની બોલી લગાવવાની પ્રક્રિયા પર અસર થઇ છે અને હાલ આ મામલો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) માં કોઈ ઉકેલ લાવવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે આરએનએલ પર 11,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું બોલાય છે.