ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓક્ટોબર 2020
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 આતંકી ઠાર મરાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. આ વિસ્તારમાં ઘણા આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમીના આધારે ભારતીય સુરક્ષાદળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સુરક્ષાદળોને બાતમી મળી હતી કે કુલગામ નજીકના વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયેલા છે અને કોઈ મોટા ષડયંત્રની યોજના બનાવી રહ્યા છે. બાતમીના આધારે સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફની ટીમ સાથે વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓએ પોતાને ઘેરાઈ ગયાની જાણ થતા સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને બે આતંકીઓને ઠાર માર્યા હતા. કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ વિસ્તારમાં હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
નોંધનીય છે કે, આ અગાઉ બુધવારે જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ મોડી રાત સુધી મોટી કાર્યવાહી કરી હતી. એન્કાઉન્ટર બાદ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.