ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 ઓક્ટોબર 2020
બોલિવૂડ અભિનેત્રી અને બિગ બોસ 6 ની સ્પર્ધક રહી ચુકેલી સના ખાને પોતાની અભિનય કારકીર્દિ છોડવાની જાહેરાત કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે બોલિવૂડ છોડવાનું કારણ જણાવ્યું છે. આ પોસ્ટ શેર કરતી વખતે સના ખાને પોતાના નિર્ણયને જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો છે. તેણે પોતાના નિર્ણય અંગે ખુશી પણ વ્યક્ત કરી છે.
પોસ્ટ શેર કરતી વખતે સના ખાને કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારી ખુશીની ક્ષણ. આ મુસાફરીમાં અલ્લાહ મને મદદ કરે અને મને રસ્તો બતાવે. તમે બધા મને તમારી પ્રાર્થનામાં રાખો. સનાએ તેની પોસ્ટમાં લખ્યું- ‘ભાઈઓ અને બહેનો … હવે હું મારા જીવનનો સૌથી અગત્યનો વળાંક આવ્યો છું અને તમારી સાથે વાત કરું છું. હું વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાઇફ પસાર કરી રહી છું. લાંબા સમય પછી, મને તમામ પ્રકારની ખ્યાતિ, ઇજ્જત અને સંપત્તિ મળી. મને આ બધું મારા પ્રિયજનો તરફથી મળ્યું, જેના માટે હું તેમની આભારી છું.’
સના આગળ લખ્યું છે કે, ‘પરંતુ હવે થોડાં દિવસોથી મને એવી અનુભૂતિ થઈ છે કે દુનિયામાં આવવાનો હેતુ ફક્ત પૈસા અને પ્રસિદ્ધિ મેળવવાનો જ છે? શું આપણી ફરજ નથી કે જેઓ નિરાધાર અને લાચાર છે આપણે તેમની મદદ કરીએ. આપણે વિચારવું ન જોઈએ કે મૃત્યુ કોઈપણ સમયે આવી શકે છે અને મૃત્યુ પછી શું થશે. આ બંને પ્રશ્નોના જવાબ હું ઘણાં સમયથી શોધી રહી છું. ખાસ કરીને બીજા સવાલનો જવાબ કે મૃત્યુ પછી મારું શું થશે? ‘જ્યારે મેં મારા ધર્મમાં જવાબ શોધ્યો ત્યારે મને ખબર પડી કે આ જીવનનો ખરેખર મૃત્યુ પછીના જીવનને સુધારવાનું છે અને એ ત્યારે જ સુધરશે જ્યારે વ્યક્તિ તેના સર્જકના હુકમ મુજબ પોતાનું જીવન જીવશે અને માત્ર સંપત્તિ અને ખ્યાતિને જ પોતાનો લક્ષ્ય ન બનાવે. તેના બદલે, ગુનાહિત જીવનમાંથી બચીને માનવતાની ખિદમત કરે અને તેને પેદા કરનારાએ જણાવેલી રીત પર ચાલે.’
આપને જણાવી દઈએ કે પોતાનો નિર્ણય શેર કરતી વખતે, સનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શૂટ ડાયરીઓ અને પોતાનાં ઘણા ફોટોસ અને વીડિયો દૂર કર્યા હતા .
33 વર્ષીય સનાએ પાંચ જુદી જુદી ભાષાઓમાં 14 ફિલ્મોમાં કામ કર્યું છે અને 50 થી વધુ એડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 2005 માં ઓછી બજેટ પુખ્ત હિન્દી ફિલ્મ 'યે હૈ હાઇ સોસાયટી' થી અભિનયની શરૂઆત કરી હતી. તે 'હલ્લા બોલ', 'જય હો', 'વજહ તુમ હો' અને 'ટોઇલેટ: એક પ્રેમ કથા' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેણે રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી'માં પણ ભાગ લીધો હતો. તે 2012 માં બિગ બોસની છઠ્ઠી સીઝનમાં સ્પર્ધક હતી અને ફાઇનલિસ્ટ બની હતી.
