ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓક્ટોબર 2020
વિદર્ભના ચંદ્રપુર જિલ્લાના ચિમુર મત વિસ્તારના ભાજપના ધારાસભ્યએ મુંબઇમાં એક મોંઘો ફ્લેટ ખરીદ્યો છે. જેની કિંમત સાંભળી તમે પણ ચોંકી જશો.. આની કિંમત છે 42.5 કરોડ રૂપિયા.. આ નેતાએ જણાવ્યું હતું કે "આ મિલકત તેઓના કુટુંબની સહિયારી માલિકીની છે. જેમાં પિતા અને ભાઈ પણ ભાગીદાર છે. તેઓએ મિલકતની ખરીદી માટે બેંક લોન લીધી છે.." તેમણે કહ્યું, “આ સોદો 2017-18નો છે, પરંતુ હવે દસ્તાવેજ ની કામગીરી હાથ ધરી છે. એપાર્ટમેન્ટ વરલીમાં થ્રી સાઇસ્ટ વેસ્ટ બિલ્ડિંગના ટાવર બીના 26 મા માળે છે. ભાજપના નેતા દ્વારા ખરીદવામાં આવેલા ફ્લેટનું કુલ ક્ષેત્રફળ 7,530 ચોરસફૂટ છે. તેમને ફ્લેટની સાથે ત્રણ કાર પાર્ક પણ મેળવ્યા છે. ખરીદદારોએ સ્ટેમ્પ ડ્યુટી તરીકે 85 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, જે ફ્લેટના કુલ મૂલ્યના 2% છે, નોંધનીય છે કે અગાઉ સ્ટેમ્પ ડ્યુટી 5% હતી.
વરલીના એક રિયલ એસ્ટેટ બ્રોકરે કહ્યું, “આ બિલ્ડિંગમાં જાણીતા બિઝનેસમેનો અને ફિલ્મ સ્ટારો તેમજ અન્ય નોંધપાત્ર સેક્ટરના લોકો રહે છે." ઉલ્લેખનીય છે કે એક અહેવાલ મુજબ ,2014માં ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કીર્તિ કુમાર (બંટી) વિદર્ભના સૌથી ધનિક ઉમેદવાર હતા…