ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિલાયન્સ રિટેલ કંપનીમાં GIC 6.22% હિસ્સો સ્કૂલ 5512.50 કરોડ રૂપિયામાં ખરીદશે.. આ અગાઉ અબુધાબી સ્થિત સાર્વન ફંડ મુબદલા ઈન્વેસ્ટમેન્ટ કંપની એ પણ રિલાયન્સ રિટેલ માં 6247.5 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.. આ રોકાણ સાથે રિલાયન્સ રિટેલ વેંચર્સ માં 1.4 ટકા હિસ્સો પ્રાપ્ત કરશે.. રિલાયન્સ રિટેલમાં કુલ રોકાણ 32 હજાર કરોડને પાર પહોંચ્યું છે. કંપનીએ 7.28 ટકા હિસ્સો વેચી ને 32197.50 કરોડ રૂપિયા ઉભા કર્યા છે.
અહીં નોંધનીય વાત એ છે કે વિશ્વની બીજી ઘણી કંપનીઓ પણ રિલાયન્સ રિટેલ માં હિસ્સો ખરીદવા તૈયાર બેઠી છે. રિલાયન્સ વેન્ચરનું હાલમાં વેલ્યુએશન 4.28 કરોડ રૂપિયા છે.. જેના પર વૈશ્વિક કંપનીઓ રોકાણ કરી રહી છે.. ઉલ્લેખનીય છે કે રિલાયન્સે 2006માં દેશના સંગઠિત રિટેલ વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો અને સૌપ્રથમ પોતાનો સ્ટોર હૈદરાબાદમાં રિલાયન્સ ફ્રેશ ને નામે ખોલ્યો હતો…