ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020
કોરોનાને કારણે નવરાત્રી ના રસિયાઓ અવઢવમાં છે કે આ વર્ષે ગરબા, દાંડિયા રમવા મળશે કે નહીં? પરંતુ હાલ ઉદ્ધવ સરકારે જારી કરેલી ગાઈડલાઈન કાઈ બીજુ જ સૂચિત કરે છે. 17 ઑક્ટોબરથી શરૂ થનારી નવરાત્રી મહોત્સવ માટે ભાજપે મહા-વિકાસ આઘાડી સરકારને “સંકુચિત વિચાર” ધરાવતી અને “ઉતાવળે માર્ગદર્શિકા તૈયાર કરવા બદલ" વખોડી કાઢી છે. ભાજપએ ચેતવણી આપી છે કે નવરાત્રી ને લઈ તૈયાર માર્ગદર્શિકા વિવાદોમાં પરિણમી શકે છે.
બીજેપીની એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે દેવી દુર્ગાની મૂર્તિઓ ગણપતિ ની જેમ ઘરે ઘરે સ્થાપિત કરવામાં આવતી નથી. તેમજ દરેક ગલીમાં ગણેશ મૂર્તિની જેમ માતાની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવતી નથી. આથી તેના પર પ્રતિબંધ મુકવો જરાપણ યોગ્ય નથી.. બીજેપી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગણેશ ઉત્સવ માટે જે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી તે જ ગાઈડલાઈન થોડાં ફેરફારો સાથે નવરાત્રી માટે જારી કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ના મોટાભાગના ગામોમાં પરંપરા છે કે ભક્તો નવરાત્રી દરમિયાન ઉપવાસ કરે છે અને સ્થાનિક મંદિરમાં જઈ માતાની ઉપાસના કરી ગરબા ગાય છે. આથી આ વર્ષે વ્યાવસાયિક ગરબા પર પ્રતિબંધ હોવાથી લોકોને માતાના મંદિરે જવાની અને ઘરમાં પણ મૂર્તિ સ્થાપના ની છૂટ ઉધ્ધવ ઠાકરેની સરકારે આપવી જોઈએ એવી માંગ બીજેપી એ કરી છે. સરકારે સ્થાનિક પરંપરાઓને ધ્યાનમાં રાખવી જોઈએ અને માર્ગદર્શિકા બહાર પાડતા પહેલા સ્થાનિક ધાર્મિક નેતાઓ, વિદ્વાનો અને મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા કરવી જોઈતી હતી..