ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોકોને છેતરપિંડી થી બચાવવા અનેક અભિયાનો ચલાવવાં છે. જેમાં ઓનલાઇન બેન્કિંગ વિશે પણ ચેતવણી જારી કરી હોય છે. આમ છતાં આજના ડિજિટલ યુગમાં જે ઝડપે લોકો નેટબેન્કિંગ તરફ વળ્યા છે એટલી જ ઝડપે લોકો ઓનલાઇન બેન્કિંગ ફ્રોડ વધી ગઈ છે. આથી સેન્ટ્રલ બેન્કે ફરી એકવાર આરબીઆઇના નામે આવતા કેટલાક ઇમેલ નહીં ખોલવાની સલાહ ખાતાધારકોને આપી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ઇમેલ આવે જેમાં કહેવામાં આવ્યું હોય કે 'તમારું ઇનામ લાગ્યું છે અથવા તો લાખો રૂપિયાના ઈનામ મેળવવા માટે તમારે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ ના રૂપમાં રૂપિયા ચૂકવવા પડશે.' પરંતુ આમ કોઈ રકમ ચૂકવવી નહીં, કારણ કે આરબીઆઇ તરફથી આવી કોઈ ઇનામની સ્કીમ ચલાવવામાં આવતી નથી કે નથી કોઈ પ્રોસેસિંગ ફી માંગવામાં આવતી. આથી ખાતાધારક એ ખૂબ સાવધાનીપૂર્વક આવા વ્યવહારો કરવા જોઈએ. એવી ચેતવણી આરબીઆઇએ આપી છે.
આથી આવા નકલી ઇમેઇલ ઓળખવાનો એક માર્ગ એ છે કે ઇમેલ કયા સરનામા પરથી આવ્યો છે એ સૌ પ્રથમ ચેક કરવું.. આવા મેલ કરનારા લોકો જે સરનામાનો ઉપયોગ કરે છે, તેને ધ્યાનથી જોશો તો પણ સાચા ખોટાનો ભેદ ઉકેલી શકશો એવી ટિપ્સ આરબીઆઇએ ખાતાધારકોને આપી છે.