ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020
અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ પર થયેલી તોડક કાર્યવાહીની અરજી પર બોમ્બે હાઈ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે બીએમસી પાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું હતું કે જે હકીકતો કોર્ટ સમક્ષ આવી છે તેમાં ડિમોલિશનની કાર્યવાહીની વિગતો યોગ્ય રીતે દાખલ કરવામાં આવી નથી, જેનાથી થોડી મૂંઝવણ સર્જાઈ રહી છે. સુનાવણી બોમ્બે હાઈકોર્ટે શિવસેના સંચાલિત બીએમસીને પ્રશ્ન પૂછયો હતો કે જયારે ઓફિસનું નિર્માણ થઇ રહ્યું હતું ત્યારે પાલિકાના અધિકારી શું કરી રહ્યા હતા?? અને બાંધકામ કેમ સપ્ટેમ્બરમાં આટલી ઉતાવળ કરીને બાંધકામ કેમ તોડાયું?? જેના જવાબમાં સંજય રાવતના વકીલે જણાવ્યું હતું કે તેમના અસીલને આ કાર્યવાહી સાથે કોઈ લેવાદેવા નથી. તેમને કોઇ ધમકી અપાઇ નથી, કંગનાને મીડિયા સાથ આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ, જેણે ધ્વંસ પર રોક લગાવી હતી, તે હવે અભિનેતાની અરજી પર સુનાવણી કરી રહ્યું છે, જેમાં 9 સપ્ટેમ્બરના રોજ બાન્દ્રા સ્થિત તેની 'મણિકર્ણિકા' ઓફિસમાં બીએમસી દ્વારા કરવામાં આવેલી 'ગેરકાયદેસર' કાર્યવાહી માટે 2 કરોડ રૂપિયાનું નુકસાન ભરપાઈની માંગ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે મુંબઈની પીઓકે સાથે સરખામણી કર્યાના એક-બે દિવસ બાદ જ બીએમસીએ કંગનાની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું હતું.
કોર્ટે કંગના માટે વયરાયેલા અપશબ્દ અંગે, સંજય રાઉતે એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂનો સહારો લેતા કહ્યું કે, અરજદાર (કંગના રનૌતે) જે કહ્યું છે તેના એક પણ શબ્દ સાથે અમે સહમત નથી. પણ શું આ સંબોધન કરવાની કોઈ રીત છે? આપણે બધા ગૌરવપૂર્ણ મહારાષ્ટ્રિયન છીએ. પણ અમે જઈને કોઈનું ઘર તોડતા નથી. શું તમારા મતે કાનૂન શું છે?" "તમે સંસદસભ્ય છો. તમને કાયદા પ્રત્યે કોઈ માન નથી? તમે પૂછશો કાયદો શું છે?" આવું ન્યાયાધીશ એસ જે કાથવાલા અને આર આઇ છગલાની ડિવિઝન બેંચે રાવતને પૂછ્યું હતું.