મુંબઈમાં જાહેર પરિવહનમાં 'નો માસ્ક, નો એન્ટ્રી નહીં' નો નિયમ લાદવામાં આવ્યો, માસ્ક વગર તમે આ જગ્યાએ પણ નહીં પ્રવેશી શકો.. જાણો વિગત ..
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020
માસ્ક નહીં તો એન્ટ્રી નહીં..
બૃહદમુંબઈ મહાનગરપાલિકા કડકાઈ સાથે આ નિયમોનું પાલન કરાવવાની તૈયારી કરી રહી છે. મુંબઈમાં તમામ ટેક્સી અને બસોમાં યાત્રા કરવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે. એટલું જ નહીં પણ દુકાનો અને શોપીંગ મોલમાં પ્રવેશ માટે પણ માસ્ક લગાવવું અનિવાર્ય રહેશે. આનો અર્થ એ થયો કે, જો કોઈએ માસ્ક નહીં પહેર્યું હોય તો તમે બસો અને ટેક્સિઓમાં યાત્રા માટે મંજૂરી નહીં મળે અને ન તો દુકાનો અને મોલમાં પ્રવેશ આપવામાં આવશે. આમ ઘરની બહાર નીકળતાં પહેલાં જેમ ચપ્પલ પહેરો તેમ મોઢે માસ્ક પહેરવું ફરજીયાત છે.
આર્થિક રાજધાની મુંબઈમાં હાલ કોવિડ-19માં એ ફરી માથું ઊંચક્યું છે. મહારાષ્ટ્ર, કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે પ્રભાવિત રાજધાની મુંબઈ રહી છે. આથી સાર્વજનિક સ્થળો ઉપર માસ્ક જરૂરી કરી દેવામાં આવ્યું છે. તેના ઉલ્લંઘન ઉપર પ્રશાસને દંડ વસુલવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રમાં મનસેના પ્રમુખ રાજ ઠાકરે ઉપર માસ્ક નહીં પહેરવાના ગુનામાં દંડ લગાવ્યો હતો. કોરોનાની સ્થિતિ વિશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, કોવિડ-19ના જોખમને જોતા સરકાર સાવધાનીથી પગલા ઉઠાવી રહી છે.
