ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020
ગઈ 17 સપ્ટેમ્બરે ભારતમાં કોરોના ને લઈ એક રેકોર્ડ બ્રેક થયો છે . જેમાં એક જ દિવસમાં 93199 કેસ નોંધાયા છે. હવે આ સંખ્યા ધીમેધીમે દરરોજ ઘટી રહી છે. વીતેલા આઠ દિવસોમાં ઘટીને આ સંખ્યા 86270 પહોંચી છે. આમ નવા કોરોના ની કેસની ચરમસીમા વીતી ગઇ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. જોકે અગાઉ 10.7 લાખ લોકોની કોરોના ટેસ્ટ થતી હતી. જે વધારીને હવે 11.2 લાખ સુધી પહોંચી છે. આ દરમિયાન પણ ટેસ્ટિંગમાં પોઝિટિવ કેસ નો રેટ ઘણો નીચે ઉતાર્યો છે . જે સૂચવે છે કે કોરોના નો બીજો તબક્કો ભારતમાં થી વિદાય લઈ રહ્યો છે..
ઉલ્લેખનીય છે કે ચોથા લૉકડાઉન બાદ પહેલી જૂનથી દેશમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી રહી છે. જ્યારે પહેલા તબક્કામાં આઠ જૂન પછીથી ધર્મસ્થળો, હોટલો, રેસ્ટેરાં, શૉપિંગ-મૉલને ખોલવાની મંજૂરી અપાઈ હતી. આ માટે સરકારે એક અલગથી દિશાનિર્દેશ જાહેર કર્યા હતાં.
બીજા તબક્કામાં કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે વિચારવિમર્શ કર્યા બાદ જુલાઈ મહિનામાં પરવાનગી આપવામાં આવી હતી.
ત્યાર બાદ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય વિમાનયાત્રા અને લોકલ વિમાની યાત્રા શરૂ કરવામાં આવી હતી…
