ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 સપ્ટેમ્બર 2020
દેહ વ્યાપાર પૃથ્વી પરનું સૌથી પ્રાચીન વ્યવસાય ગણાય છે. પહેલાં હીન ભાવનાથી જોવામાં આવતો શારીરિક વેપાર હવે ગુનો નથી, કારણ કે કોઈ પણ પુખ્ત વયની સ્ત્રી જીવવા માટે પોતાનો વ્યવસાય પસંદ કરી શકે છે. મુંબઈ હાઈકોર્ટના આ મહત્વના નિર્ણયથી દેશમાં નવી ચર્ચાએ જોર પકડ્યું છે.
મુંબઈ હાઈકોર્ટે વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલી ત્રણ યુવતીઓ સાથે જોડાયેલા કેસની સુનાવણી કરતી વખતે તેમને ત્રણે જણને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ત્રણ મહિલાઓ સાથે જોડાયેલા વેશ્યાવૃત્તિ કેસની સુનાવણી કરતી વખતે કહ્યું કે કોઈપણ પુખ્ત સ્ત્રીને તેની સંમતિ વિના લાંબા ગાળા સુધી સુધાર ગૃહમાં રાખી શકાતી નથી.
આ કેસની સુનાવણી કરતાં ન્યાયાધીશ પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે અનૈતિક ટ્રાફિકિંગ એક્ટ 1956 (અનૈતિક વેપાર અધિનિયમ) નો હેતુ શરીરના વેપારને સમાપ્ત કરવાનો નથી. આ કાયદા હેઠળ એવી કોઈ જોગવાઈ નથી કે જે વેશ્યાવૃત્તિને ગુનો ગણાવે અથવા વેશ્યાવૃત્તિમાં સામેલ લોકોને સજા કરે. આ કાયદા હેઠળ, ફક્ત વ્યાપારી ઉદ્દેશ્ય અને જાહેર સ્થળે અભદ્ર કાર્ય માટે જાતીય શોષણને શિક્ષાપાત્ર માનવામાં આવે છે.
મુંબઈ પોલીસની સોશ્યલ સર્વિસીઝ વિંગે સપ્ટેમ્બર 2019 માં ત્રણેય છોકરીઓને બચાવી હતી. આ પછી, તેને રિફોર્મેશન હોમમાં મોકલવામાં આવી હતી. કેસ સાથે જોડાયેલા તથ્યો જોયા પછી કોર્ટે આ ત્રણેય યુવતીઓને તેમની માતાઓને સોંપવાનો ઇનકાર પણ કર્યો હતો અને તેમને તાલીમ માટે ઉત્તર પ્રદેશ મોકલવાનો નિર્દેશ પણ આપ્યો હતો. સુનાવણી દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ત્રણેય યુવતીઓ એવા સમુદાયની છે જ્યાં શરીરનો વેપાર તેમની દાયકાઓ જુની પરંપરા છે. આથી ત્રણેય મહિલાઓએ નીચલી અદાલતના આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સામેલ તમામ પક્ષકારોની સુનાવણી બાદ ન્યાયાધીશે કહ્યું કે ત્રણેય છોકરીઓ પુખ્ત છે. તેમને તેમના વ્યવસાય અને વ્યવસાયની જગ્યા પસંદ કરવાનો અધિકાર છે.


Leave a Reply