ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 સપ્ટેમ્બર 2020
બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનમાં જ્યારથી દીપિકા પાદુકોણનું નામ સામે આવ્યું છે ત્યારથી તે સતત ચર્ચામાં રહે છે. જોકે હવે તેની સીધી અસર તેની કારકિર્દી પર પડે તેવી શક્યતા છે. હાલ હિંદી સિનેમામાં તેના પર લગભગ રૂપિયા 600 કરોડનો દાંવ લાગ્યો છે. જેમાં તેની બે ફિલ્મ અને 33 બ્રાંડ એન્ડોર્સમેન્ટ શામેલ છે.
દિપીકા પર લાગેલા દાવનો હિસાબ-કિતાબ :-
પ્રોજેક્ટ્સ કેટલા કરોડનો દાવ (₹)
પ્રોડ્યૂસર મધુ મૅતેનાની ફિલ્મ લગભગ 200 કરોડ રૂપિયા.
નિર્દેશક શકુન બત્રાની ફિલ્મ આશરે 80-90 કરોડ રૂપિયા.
33 બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સની ડીલ લગભગ 300 કરોડ રૂપિયા.
(ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે દીપિકા પાદુકોણ દરેક એન્ડોર્સમેન્ટ્સ માટે 8-12 કરોડ લે છે.)
ટ્રેડ એનાલિસ્ટોના અનુસાર દીપિકાની કારકિર્દી પર ભારી અસર પડવાની શક્યતા છે.તેની ફિલ્મો પર પણ કલેકશન પર અસર પડી શકે એમ છે. કારણ કે તે એક ટોચની સફળ અભિનેત્રી હોવાથી તેના મામલે જાણવા સહુ કોઇ ઉત્સુક છે. ત્યારે અન્ય એક ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, સંજય દત્ત પણ ડ્રગ્સ અને આતંકવાદી ગતિવિધિયોમા સામેલ હતો. તેમ છતાં તેને સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેથી એવું લાગી રહ્યું છે કે દીપિકાની કારકિર્દી પર કોઈ અસર નહીં થાય. પરંતું વિજ્ઞાપનો બાબતે જરૂર હાનિ પહોંચશે. જોકે હવે જોવાનું એ રહે છે કે, દીપિકા પોતાના ચાહકોને કઇ રીતે કન્વેન્સ કરશે..