ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 સપ્ટેમ્બર 2020
એક બાજુ જયારે સંસદ માં સરકાર અને વિપક્ષ સામે લડાઈ ચાલી રહી છે. ત્યારે એવામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારને આયકર વિભાગ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ ગઈ વખતે આપવામાં આવેલા સોગંધનામાંને લઈને આપવામાં આવી હતી. માત્ર શરદ પવાર જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મંત્રી આદિત્ય ઠાકરે, NCP નેતા સુપ્રિયા સૂલેને પણ આયકર વિભાગ તરફથી નોટિસ ફટકારાઈ છે. મળતી જાણકારી મુજબ આયકર વિભાગ દ્વારા છેલ્લી અમુક ચૂંટણીઓમાં દાખલ કરવામાં આવેલા સોગંધનામાઓની જાણકારી માંગવામાં આવી છે. નોટિસ બાબતે શરદ પવારને સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યુ હતુ કે તેઓ (નોટિસ ફટકાવનારા) અમુક લોકોને કંઈક વધારે જ ચાહે છે.
ઉલ્લેખનીય છે કે ઘણાં દિવસોથી શરદ પવાર અને શિવસેના તરફથી તાજેતરમાં જ પાસ થયેલા કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં આ નોટિસનો મુદ્દો સામે આવવાથી નેતાઓઓમાં ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધપાત્ર વાત છે કે કૃષિ બિલ પહેલા સુશાંત સિંહ રાજપુત કેસ, કંગના રનૌત ઉપર બીએમસી એક્શન અને કોરોના સંકટ મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના, એનસીપીની સરકાર સામસામે આવી ગઈ છે.