ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
19 સપ્ટેમ્બર 2020
મહિનાઓની અનિશ્ચિતતા બાદ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL આજથી શરૂ થવા જઈ રહી છે. આ 13મી સીઝનની પ્રથમ મેચમાં આઈપીએલ ઇતિહાસની બે સૌથી સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) અને ચૈન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) આમને સામને હશે. આ મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. પ્રથમ મેચનું સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે અને મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પલ્સ હોટસ્ટાર પર થશે. જોકે આ વખતે સ્ટેડિયમમાં ચાહકો રહેશે નહીં અને આખી ટૂર્નામેન્ટ ખાલી સ્ટેડિયમમાં મેચ રમાશે.
ઉલ્લેખનીય છે કે લીગમાં અત્યાર સુધી બંને ટીમો એકબીજા સામે 28 મેચ રમી છે. મુંબઈ ઈન્ડિયન્સ 17 વાર જીતી ચૂકી છે, જ્યારે સીએસકે 11 વાર જીતી છે. નોંધપાત્ર વાત છે કે મુંબઇ ઇન્ડિયન્સ અહીં રમાયેલી આઈપીએલ 2014 ની સીઝનના પહેલા તબક્કામાં તેની પાંચેય મેચ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં, યુએઈમાં પહેલો વિજય જીતવાનો પડકાર મુંબઇ ઇન્ડિયન્સ સામે હશે.