ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
18 સપ્ટેમ્બર 2020
ખેડૂત સંદર્ભેના જે બિલ ને કારણે સંસદ તેમજ રસ્તા ઉપર ધમાલ મચી જવા પામી છે, તે સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનું મૌન તોડ્યું. બિહાર માટે પરીયોજનાઓ જાહેર કરતી વેળા પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે કૃષિ બિલ ને કારણે ખેડૂતોના બંધન ખુલી ગયા છે.પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ બિલનો વિરોધ કરનારાઓ ચૂંટણી દરમ્યાન પોતે કરેલા વાયદાઓ ને ભૂલી ગયા છે. વિપક્ષ પર આરોપ કરતા તેમણે કહ્યું હતું કે આજે ખેડૂતોને ખોટી માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. એપીએમસી ના માધ્યમથી જે નેતાઓ ખેડૂતોના હિત સાથે ચેડા કરી રહ્યા હતા તેઓ ની રાજનીતિ હવે સમાપ્ત થઈ છે. એપીએમસી એટલે કે ન્યૂનતમ ખરીદ કિંમત સંદર્ભે તેમણે જણાવ્યુ કે ખેડૂતોને આનો ફાયદો પહેલાંની જેમ જ મળતો રહેશે.
એનડીએ દ્વારા કરવામાં આવેલા કાર્યોને ગણાવતાં તેમણે કહ્યું કે ગત છ વર્ષોમાં ભાજપની સરકારે ખેડૂતો માટે જેટલું કર્યું છે તેટલું આ જ દિવસ સુધી કોઇપણ પાર્ટીએ કર્યું નથી.
