ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 સપ્ટેમ્બર 2020
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એટીએમ ફ્રોડથી બચવા માટે પોતાના ગ્રાહકોને ઓટીપી નંબર મેસેજ કરવાનું નક્કી કર્યું છે. મશીનમાં પાસવર્ડ નાખ્યાં બાદ આ ઓટીપી નંબર પ્રેસ કર્યા બાદ જ એટીએમ માંથી રકમ ઉપાડવાની સુવિધાનો લાભ લઇ શકાશે. હવે બેંકે દેશના તમામ એસબીઆઇ એટીએમમાં 10,000 રૂપિયાથી વધુ રકમ ઉપાડવા માટે 18 સપ્ટેમ્બર, 2020 થી નવા નિયમ લાગુ કરી રહી છે. આ અંતર્ગત સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધીમાં પણ એસબીઆઇ એટીએમથી 10,000 રૂપિયાથી વધુની રોકડ ઉપાડતી વખતે ઓટીપી જરૂરી રહેશે..
હવે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના એટીએમમાં 24×7 ઓટીપી આધારિત કેશ ઉપાડ સુવિધા, સુરક્ષા સ્તરને વધુ મજબૂત બનાવી છે. ગ્રાહકો દિવસ દરમ્યાન આ સુવિધાનો અમલ કરીને એસબીઆઇ ડેબિટ કાર્ડ ધારકો છેતરપિંડી, અનધિકૃત ઉપાડ, કાર્ડ સ્કીમિંગ, કાર્ડ ક્લોનીંગ અને અન્ય જોખમોથી બચી શકશે.
# એસબીઆઈની નવી સુવિધા નીચે મુજબ કાર્ય કરશે #
@ એસબીઆઇ એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ગ્રાહકોએ પિન નંબર સાથે ઓટીપી દાખલ કરવી પડશે. આ ઓટીપી તેમના દ્વારા એસબીઆઇ સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.
@ એસબીઆઈની ઓટીપી આધારિત એટીએમ ઉપાડની સુવિધા ફક્ત 10 હજાર રૂપિયાથી વધુની ઉપાડ પર મળશે.
@ એસબીઆઇએ આ સુવિધા શરૂ કરી છે જેથી એસબીઆઈ ડેબિટ કાર્ડ ધારકોને કોઈપણ સંભવિત સ્કીમિંગ અથવા કાર્ડ ક્લોનીંગથી સુરક્ષિત રાખી શકાય. આ રીતે, તેઓ છેતરપિંડીથી છટકી શકશે.