ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 સપ્ટેમ્બર 2020
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર છલોછલ ભરાઈ ગયું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138 મીટર સુધી પહોંચી છે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચી છે. સાથે જ પ્રશાસન ઉપરવાસથી આવનારા પાણીની આવક પર પણ નજર રાખી રહ્યું છે. હાલ સરદાર સરોવરમાં પાણી નો જીવન જથ્થો 5935 મિલિયન કયુબિક મીટર થયો છે એટલે કહી શકાય કે અંદાજે આવનારા બે વર્ષ માટે નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો નહીં ખૂટે એટલો સંગ્રહ થઈ ગયો છે.
આજથી ત્રણ વર્ષ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2017ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું, ત્યારે ડેમમાં 138.68 મીટર સુધી પાણી હતું. આવતીકાલે પણ પીએમ મોદી પોતાના 70માં જન્મદિને લોકાર્પણ ને ત્રણ વર્ષ પૂર્ણ થશે ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવશે. આમ કહી શકાય કે નર્મદા ડેમ લોકાર્પણ થયા બાદ ત્રીજી વખત સંપૂર્ણ ભરાશે.. આ અવસરે મોદી માં નર્મદા ની પૂજા પણ કરશે. જેની તૈયારી ઓ થઈ ગઈ છે..
