ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 સપ્ટેમ્બર 2020
દેશમાં લોકોની આર્થિક હાલત બહેતર બનાવવા મોદી સરકારના અનેક પ્રયત્નો છતા ભારત ગ્લોબલ ઈકોનોમીક ફ્રીડમ ઈન્ડેકસમાં 26 સ્થાન નીચે ઉતરીને 105માં સ્થાને પહોંચી ગયું છે. આ રિપોર્ટને ભારતમાં દિલ્હીની બિનસરકારી સંસ્થા સેન્ટર ફોર સિવિલ સોસાયટીએ ગુરુવારે જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે દેશમાં કારોબાર ખુલ્લો કરવા ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસના માપદંડ લાગુ કરવા માટે જે પ્રયાસો થાય છે, પરંતુ તેના ધાર્યા પરિણામો મળતા નથી.
દેશમાં વ્યવસાય માટેના સ્વતંત્રતાભર્યા વાતાવરણમાં કેનેડિયન સંસ્થા દ્વારા વાર્ષિક તુલનાત્મક અહેવાલ પ્રકાશિત કરવામાં આવતા ગ્લોબલ કમ્પેરેટિવ ફ્રીડમ ઈન્ડેક્સ 2020 માં ભારત 26 સ્થાન નીચે આવીને 105 માં સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષે દેશનો નંબર 79 મો હતો. આ યાદીમાં હોંગકોંગ અને સિંગાપોર પ્રથમ અને બીજા સ્થાને છે અને ચીન 124 મા સ્થાને છે. અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા એક વર્ષમાં સરકારના કદ, ન્યાયિક પ્રણાલી અને સંપત્તિના અધિકાર, વૈશ્વિક સ્તરે વેપારની સ્વતંત્રતા, નાણાં, મજૂર અને વ્યવસાયના નિયમન જેવા માપદંડો પર ભારતની સ્થિતિ થોડી કથળી છે.
દસ માર્કના માપદંડ ઉપર સરકારના કદ બાબતે ભારતને એક વર્ષ પહેલા 8.22 ની સરખામણીમાં 7.16 માર્ક, કાયદા પ્રણાલી બાબતે 5.17 ની જગ્યાએ 5.06, આંતર રાષ્ટ્રીય વેપારની સ્વતંત્રતા બાબતે 6.08 ની જગ્યાએ 5.71 અને નાણાં, શ્રમ તથા ધંધા વિનીમય બાબતે 6.63ની જગ્યાએ 6.53 માર્ક મળ્યા છે. આમાં મળેલા આંત 10ની જેટલા નજીક હોય છે સ્થિતિ સારી માનવામાં આવે છે.