ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 સપ્ટેમ્બર 2020
સુશાંત સિંહ કેસમાં તપાસ દરમિયાન ડ્રગ્સ કનેક્શનમાં ફસાયેલી રિયા ચક્રવતી ને કોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે, રિયા અને શોવિક સહીતના અન્ય રોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટ તરફથી રિયાને કોઇ રાહત મળી નથી. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા રિયા અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે જે બાદ રિયાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સતત કેટલાય દિવસ સુધી રિયાની પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન રિયાએ કબૂલ કર્યું હતું કે તે સુશાંત સિંહ માટે ડ્રગ્સ મંગાવતી હતી અને તે બાદ તેની ધરપકડ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ફાઈવ સ્ટાર હોટલોમાં ફરતી રિયા છેલ્લા બે દિવસથી ભાયખલા જેલમાં બંધ છે અને આજે કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવાયા બાદ રિયાને જેલમાં જ રહેવું પડશે. જોકે, માનવામાં આવી રહ્યું છે કે રિયાના વકીલો હવે હાઈકોર્ટમાં જશે અને જામીન માંગશે.