ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 સપ્ટેમ્બર 2020
બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. જ્યાં એક તરફ આજે બીએમસી દ્વારા કંગનાની મુંબઈ, બાંદ્રા સ્થતિ ઓફિસને ગેરકાયદે જાહેર કરી તોડી પાડવામાં આવી છે. તો કંગના રનૌતે ટ્વીટર પર આ કામગીરીની તસવીરો પોસ્ટ કરી છે અને ફરી એક વખત મુંબઈની તુલના પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર સાથે કરી છે. તેને ફરીવાર ટ્વીટ કરતા કહ્યું છે કે, ‘મેં ક્યારેય ખોટું કર્યું નથી અને દુશ્મનોએ ફરીથી સાબિત કર્યું છે કે મુંબઈ પીઓકે બની ગયું છે. અન્ય એક ટ્વીટમાં કંગનાએ બીએમસી અને તેના કર્મચારીઓને બાબર અને તેની સેના સાથે સરખાવ્યા હતા.’
કંગના રનૌતે ટ્વિટમાં મણિકર્ણિકા ફિલ્મને યાદ કરતા લખ્યું છે કે, ‘મણિકર્ણિકા ફિલ્મસમાં ફિલ્મ અયોધ્યાની જાહેરાત કરવામાં આવી હતી. આ મારા માટે માત્ર એક ઇમારત, એક મકાન ન હતું. મારા માટે તે રામ મંદિર હતું, આજે ત્યાં બાબર આવ્યો છે. આજે ઇતિહાસનું પુનરાવર્તન થયું. રામ મંદિર ફરી તૂટ્યું. પરંતુ યાદ રાખ બાબર આ મંદિર ફરી બનશે, જાય શ્રી રામ.’
નોંધનીય છે કે, આ સમગ્ર મામલે હવે અભિનેત્રી કંગના રનૌતે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. મળતી માહિતી મુજબ અભિનેત્રી કંગના રનૌતે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. બીએમસી દ્વારા કાર્યવાહીના વિરોધમાં આ અરજી કરવામાં આવી છે. કંગનાએ એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘મારા ઘરે કોઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું ન હતું. તેમ છતાં સરકાર દ્વારા કોવિડને કારણે 30 સપ્ટેમ્બર સુધી તમામ પ્રકારના ડિમોલિશન પર પ્રતિબંધ લગાગાવવામાં આવ્યું છે. બૉલીવુડ જુઓ કેવો હોય છે ફાસીવાદ.’ સાથે જ તેણે #DeathOfDemocracy હેશટેગનો પણ ઉલ્લેખ કર્યો હતો.
