અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીઓ વધી, શિવસેનાએ આ મુદ્દે ફરિયાદ નોંધાવી રાજદ્રોહનો કેસ દાખલ કરવાની માંગ કરી..જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

08 સપ્ટેમ્બર 2020 

સુશાંત સિંહ રાજપૂત કેસમાં અવાજ ઉઠાવનારી કંગના રનૌત આજકાલ ખુબ ચર્ચામાં છે, તે મુંબઈના ડ્રગ્સ કનેક્શનથી માંડી નેપોટિઝમ સહિતના તમામ મામલે જાહેરમાં બોલી છે. જેને પગલે કંગના અને શિવસેના સાંસદ સંજય રાઉત વચ્ચે શબ્દ યુદ્ધ પણ થયું હતું. દરમિયાન કંગનાને મુંબઈ ન આવવાની સંજય રાઉતની ટ્વીટ પર કંગનાએ મુંબઈની પાકિસ્તાન સાથે સરખાવ્યું હતું. જેને પગલે શિવસેનાએ કંગના સામે  નોંધાવી છે અને તેની સામે રાજદ્રોહનો કેસ નોંધાવવાની માંગ કરી છે. 

અભિનેત્રીએ શિવસેનાના નેતા સંજય રાઉતે કરેલા ટ્વિટનો જવાબ આપ્યો હતો, જેમાં સંજય રાઉતે કંગના પર મુંબઈ પોલીસનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવીને મુંબઈ પરત ન ફરવાની સલાહ આપી હતી. આના પર કંગના રાનૌતે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘શિવસેનાના નેતા સંજય રાઉત મને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે અને મુંબઈ પાછા ન આવવાની સલાહ આપી રહ્યા છે. મુંબઈની ગલીઓમાં આઝાદી બાદ હવે આ ખુલ્લો ખતરો છે. મુંબઈ પીઓકે કેમ લાગે છે?’ ઉલ્લેખનીય છે કે અનેક બોલીવુડ સ્ટાર્સે કંગનાના આ નિવેદનને વખોડ્યુ હતુ.

શિવસેનાએ કંગનાના પીઓકે વાળા નિવેદન મુદ્દે થાણેના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત શિવસેનાએ કંગના સામે રાજદ્રોહનો કેસ નોંધાવવાની માંગ કરી છે.  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More