ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 સપ્ટેમ્બર 2020
વરલીમાં તાજેતરમાં એક ફ્લેટ 50.50 કરોડમાં વેચાયો. આ સોદો લોકડાઉન દરમિયાન થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મોંઘા ફ્લેટના ખરીદદારો સુરતના છે અને હીરાનો ધંધો ધરાવે છે. 50.50 કરોડમાં વેચાયેલો આ ફ્લેટ વરલીના લક્ઝુરિયસ થ્રી સાઈડ વેસ્ટના 51 મા માળે સ્થિત છે. ફ્લેટનો કુલ એરિયા 7,857 ચોરસ ફૂટ છે. નવા માલિકોએ તેમના એપાર્ટમેન્ટની સાથે ચાર કાર પાર્કિંગ પણ મેળવ્યા છે. લોકડાઉન દરમિયાન જ આ એપાર્ટમેન્ટના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યાં હતાં.
આ સોદા પરથી એવું સાબિત થાય છે કે રિયલ્ટી ક્ષેત્રે પરસ્પર પ્રવાહ વહી રહ્યા છે. કારણ કે ગત મહિને એક ટોચના બિલ્ડર એ દક્ષિણ મુંબઈમાં આવેલો પોતાનો ફ્લેટ બજાર કિંમત કરતા ખૂબ ઓછા ભાવે વેચી દેવો પડયો હતો. દક્ષિણ મુંબઈ સ્થિત પોતાનો ફ્લેટ ખરીદ કિંમતથી ખૂબ ઓછાં ભાવે વેચવો પડ્યો હતો. તેણે આ ફ્લેટ 16 કરોડમાં વેચ્યો હતો, જ્યારે કે આ ફ્લેટની બજાર કિંમત 20.78 કરોડ થતી હતી.
રિયાલીટી ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે આ એક મોંઘો સોદો અપવાદરૂપ છે અને તેને આધારે આખા બાંધકામ ક્ષેત્રની સ્થિતિ ગણી શકાય નહીં. વરલી સ્થિત એક બિલ્ડર નું કહેવું છે કે ઉપરોક્ત ફ્લેટ પ્રીમિયમ પ્રોપર્ટી છે, અહીં ઘણાં ટોચના ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓ રહે છે. બીજી પણ એક હકીકત છે કે રોગચાળાને લીધે હવે લોકો મોટા મકાનમાં શિફ્ટ થઈ રહયાં છે. આથી જે લોકો આર્થિક રીતે સધ્ધર છે તેઓ આવા મકાનો ખરીદી રહયાં છે.
