ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
અભિનેત્રી કંગના રનૌત અને શિવસેના ના સંજય રાઉત વચ્ચેની જુબાની જંગ હવે તોડફોડ સુધી પહોંચી ગઈ છે.
બીએમસીએ કંગનાની મુંબઇ ઓફિસ પર દરોડા પાડ્યા છે. સોમવારે કંગના રનૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે ચાલી રહેલા મૌખિક યુદ્ધના પડઘા સંભળાયા હતા. આગામી 9 તારીખે કંગના મુંબઈ આવવાની હોવાથી ગૃહ મંત્રાલય દ્વારા વાય કેટેગરી સુરક્ષા આપવામાં આવી છે.
દરમિયાન, કંગનાએ ટ્વિટર દ્વારા આ દરોડાની માહિતી આપી હતી, કે "આ મુંબઈની મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસ છે, જે મેં પંદર વર્ષોની મહેનત પછી બનાવી છે." મારા જીવનમાં મારું એક જ સપનું હતું, જ્યારે હું ફિલ્મ નિર્માતા બનું ત્યારે મારી પોતાની ઓફિસ હોય. પરંતુ લાગે છે કે, આ સ્વપ્ન તોડવાનો સમય આવી ગયો છે. આજે અચાનક BMC ના કેટલાક લોકો ત્યાં આવી ગયા છે. કંગનાએ વધુમાં લખ્યું છે કે- "તેઓએ બળજબરીથી મારી ઓફિસનો હવાલો લઈ લીધો છે. ઓફીસ નું માપ માપી રહ્યા છે. મારા પાડોશીઓએ વિરોધ કર્યો ત્યારે તેમને પણ ધમકી આપી છે." આમ તો બીએમસીએ ગેરકાયદે બાંધકામો બતાવવા સ્ટ્રક્ચર પ્લાન સાથે નોટિસ મોકલવી જોઈએ. પરંતુ અધિકારીઓ પૂર્વ સૂચના વિના મારા સ્થાને દરોડા પાડ્યા આવી પહોંચ્યા હતાં, તેઓ કાલે પણ પાછા આવશે.
કંગનાએ આ વર્ષે જાન્યુઆરીમાં જ મુંબઇના પોશ પાલીહિલ વિસ્તારમાં તેની ઓફિસની શરૂઆત કરી હતી. એક રિપોર્ટ અનુસાર, કંગનાની ઓફિસની કિંમત આશરે 48 કરોડ રૂપિયા છે. પાલીહિલ ખાતેનો બંગલો નંબર 5 ને ઓફિસમાં ફેરવાયો છે. આમ હાલના દિનોમાં કંગના સતત વિવિધ કારણોસર ચર્ચામાં રહી છે.
