ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
ભારત નું કદ ધીમે ધીમે વિશ્વમાં વધી રહ્યું છે. મોસ્કોથી પરત ફરતી વેળા દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે અચાનક જ ઇરાનના સંરક્ષણ પ્રધાન બ્રિગેડિયર જનરલ હટામી સાથે મુલાકાત કરી. જેનાંથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું.
રક્ષામંત્રી રાજનાથ સિહે 'શંઘાઇ સહકાર સંગઠન' (એસસીઓ) ના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા મોસ્કો ગયા હતાં. ત્રણ દિવસીય મુલાકાત સમાપ્ત કર્યા પછી શનિવારે પરત ફરતાં ઇરાનની મુલાકાતે પહોચ્યાં હતા. તેમણે રશિયા, ચીન અને મધ્ય એશિયન દેશોના સમકક્ષો સાથે મોસ્કોમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. રાજનાથસિંહે ઈરાનના સંરક્ષણ પ્રધાન સાથે અફઘાનિસ્તાન સહિતના દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
રાજનાથ સિંહે ટ્વિઈટ કરી કહ્યું કે 'બંને મંત્રીઓની બેઠક ખૂબ જ સૌમ્ય અને હૂંફપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. બંને નેતાઓએ ભારત અને ઈરાન વચ્ચે સદીઓ જૂની સાંસ્કૃતિક, ભાષાકીય અને સંસ્કૃતિ સંબંધો પર ભાર મૂક્યો હતો.' આવી સ્થિતિમાં ભારત ઈરાન દ્વારા વેપારના નવા પરિમાણો સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે. આનાથી ભારે દબાણ હેઠળની ઇરાની અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે. એમ જણાવ્યું હતું.
ચીન પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દે તેવા પગલાં લેતા
પહેલા રાજનાથસિંહે કહ્યું હતું કે 'એલએસી પર હાલની પરિસ્થિતિમાં જવાબદારીપૂર્વક ફરજ નિભાવવી જોઈએ અને કોઈ પણ પક્ષે, પરિસ્થિતિને જટિલ બનાવે છે અથવા સરહદી વિસ્તારોમાં તણાવ વધારે છે. એવા પગલાંથી બચાવી જોઈએ. સંરક્ષણ પ્રધાને કહ્યું કે બંને પક્ષોએ એલઓસી પર રાજદ્વારી અને લશ્કરી માધ્યમોથી વહેલી તકે ચર્ચાઓ ચાલુ રાખવી જોઈએ જેથી સેનાને સંપૂર્ણ રીતે પાછી ખેંચી શકાય અને તણાવને સમાપ્ત કરી શાંતિ અને સુમેળની સ્થિતિ સુનિશ્ચિત થાય.
