ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
તણાવપૂર્ણ લોકડાઉન અને કોરોનાવાયરસના રોગચાળા વચ્ચે, મુંબઈકરો માટે એક સારા સમાચાર છે જેઓ મુંબઈ લોકલ ટ્રેનો ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.. લોકલ ટ્રેન મુંબઈની જીવનરેખા તરીકે ઓળખવામાં આવે છે. ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઇએફઆર) એ તાજેતરમાં જારી કરેલા એક અહેવાલમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, મુંબઈમાં જાહેર પરિવહન સેવાઓ, કચેરીઓ 1 નવેમ્બર 2020થી અને શાળાઓ 1 જાન્યુઆરી 2021 થી કાર્યરત થઈ શકે છે, અને આ અંગેનો અહેવાલ બીએમસી ને સુપરત કરવામાં આવ્યો છે.
ટીઆઇએફઆરએ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી આ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં જણાવાયું છે કે ઓક્ટોબર મહિનામાં મુંબઈમાં 50 ટકા જેટલી નિયમિત સેવાઓ શરૂ કરી શકાય છે, અને 1 નવેમ્બરથી, સમગ્ર શહેરની રૂટિન લાઈફ ફરી શરૂ થઈ શકે છે. મુખ્યત્વે કડક ગાઈડલાઈનનું પાલન, નિયમો અને શરતો અંતર્ગત, બધા માટે ઓફિસો અને સાર્વજનિક પરિવહન સેવાઓ શરૂ કરવાનું શક્ય બનશે. અહેવાલમાં જણાવાયું છે. તદઉપરાંત 1 જાન્યુઆરી, 2021 થી શાળા શરૂ કરવાની ભલામણ કરી છે…
TIFR એ તેના અહેવાલમાં પણ કોરોનાવાયરસ ચેપ ફેલાવાની આગાહી કરી છે અને ઉમેર્યું હતું કે મે-જૂન, 2020 માં જે રીતે ચેપ ફેલાયો હતો, તે સાથે સંકેત આપ્યો હતો કે સપ્ટેમ્બર 2020 માં કોવિડ-19 નો બીજો તબક્કો આવી શકે છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં 2020 અથવા જાન્યુઆરી 2021માં, ઝૂંપડપટ્ટીમાં લગભગ 75 ટકા લોકો અને અન્ય વિસ્તારોમાં 50 ટકા લોકોને આવશ્યક એન્ટિબોડીઝ આવી ગઈ હશે. જે તેમને શરૂઆતમાં જરૂરી પ્રતિરક્ષા પ્રદાન કરી શકે છે.
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ઊભી થયેલી આર્થિક મંદીની સ્થિતિમાં સુધારો લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે, અને લોકો કામ માટે આર્થિક પાટનગરમાં પાછા ફરવાની રાહ જોઈ રહયાં છે. નોંધનીય છે કે રવિવાર, 6 સપ્ટેમ્બર, 2020 ના રોજ , મહારાષ્ટ્રમાં 9-લાખથી વધુ કોરોનાવાયરસના કેસ હતા, અને 24 કલાકમાં 23,000 થી વધુ કોવિડ -19 કેસ નોંધાયા બાદ કહી શકાય કે રાજ્યમાં સૌથી વધુ સિંગલ-ડે જમ્પ થયો હતો…