એક ઉંદરે ભિખારીને બનાવ્યો કરોડપતિ… આખી ઘટના વાંચશો તો તમે પણ દંગ રહી જશો..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

04 સપ્ટેમ્બર 2020

તાજેતરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઉંદર એ સસ્તન પ્રાણી છે. તે સામાન્ય રીતે બધા દેશોમાં જોવા મળે છે, ખાસ કરીને ગરમ દેશોમાં. તે અનાજ, કાપડ, સુટકેસ વગેરે સામાન કતરીને ખૂબ નુકસાન પહોંચાડે છે. આમ તો તેનો ઉપયોગ નવાં નવાં રોગની સારવાર, દવા શોધવા માટે વૈજ્નિકો કરે છે. આ ઉપરાંત સેના દ્વારા ભૂગર્ભ ટનલ અને લેન્ડ માઇન્સ શોધવા માટે પણ ઉંદરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ પોતાની ગરીબી દૂર કરવા માટે ઉંદરની આ ક્ષમતાનો ઉપયોગ કર્યો હોય!?  

આ આખી ઘટના ઉત્તર બ્રાઝિલના અરગ્યુએનાની જેલમાંથી બહાર આવી છે. જેલના અધિકારીઓ ઘણા સમયથી પરેશાન હતા કે જેલમાં કોકેન અને ગાંજા જેવા માદક પદાર્થો  કેવી રીતે પહોંચી રહયાં છે.! તપાસ કરતાં જાણવા મળ્યું કે એક ઉંદર જેલની અંદર માદક પદાર્થોની તસ્કરી કરે છે. ઉંદરને આ કાર્ય માટે વિશેષ તાલીમ આપવામાં આવી હતી અને તેની પુંછડી પર નશોનું પેકેટ દોરાથી બાંધીને જેલની અંદર મોકલી દેવામાં આવે છે. તપાસ બાદ અધિકારીઓએને જેલની અંદરથી ગાંજાના 30 પેકેટ અને 20 થી વધુ પેકેટો કોકેઇન મળી આવ્યું હતું. આની પાછળ એક સ્થાનિક નાગરિકનો હાથ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અહીં નો નોંધપાત્ર વાત એ છે ઉંદર પાળનાર આ વ્યક્તિ એક સમયે ભિખારી હતો અને રસ્તાઓ પર ભીખ માંગતો હતો. જે ગરીબીથી એટલો પરેશાન હતો કે તેણે ઉંદરોને તાલીમ આપીને પોતાનું કાર્ય શરૂ કર્યું. ત્યારબાદ તેણે પોતાની એક ગેંગ બનાવી અને માફિયાઓના ઉચ્ચ પદ પર પહોંચ્યો હતો અને આમ તે અબજોપતિ બની ગયો હતો. પરંતુ તેણે ખોટી કામગીરી માટે પોતાની ક્ષમતાનો ઉપયોગ કર્યો. જેના કારણે જેલના સળિયા પાછળ પહોંચી ગયો….

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment