ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 સપ્ટેમ્બર 2020
કોરોના સંકટનો સામનો કરવા માટે પીએમ કેર ફંડની સ્થાપના 27 માર્ચના રોજ કરવામાં આવી હતી. એમાં સૌથી પ્રથમ વડાપ્રધાને પોતાના પગારમાંથી 2.25 લાખ રૂપિયા આપ્યાં હતાં. રિપોર્ટ અનુસાર આ ફંડમાં દેશના લોકોએ પોતાની સ્વેચ્છાથી 31 માર્ચ 2020 સુધી એટલે કે પ્રથમ પાંચ દિવસમાં 3,076 કરોડ રૂપિયા આપ્યા હતા. નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ઓડિટ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
પીએમ કેર ફંડની ઓડિટિંગ SARC એન્ડ એસોસિએટ ચાર્ટર્ડ એકાઉન્ટ્સે કરી છે અને તેના પર પીએમના ચાર અધિકારીઓએ સહી કરી છે. સહી કરનાર અધિકારીઓમાં સચિવ શ્રીકર કે પરદેશ, ઉપસચિવ હાર્દિક શાહ, ઉચ્ચ સચિવ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવ, સેક્શન ઓફિસર પ્રવેશ કુમાર સામેલ છે..
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષી દળો પીએમ કેર ફંડની પારદર્શિતાને લઈને તેમની ટીકા કરતા હતા. તેમનું કહેવું હતું કે, 'જ્યારે આપદા માટે પ્રધાનમંત્રી રાહત કોષ બનેલું છે તો પછી એક નવું ફંડ બનાવવાની શું જરૂર હતી.'
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.