ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 સપ્ટેમ્બર 2020
દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બનેલા પાલઘર સાધુ હત્યાકાંડમાં કાસા પોલીસ સ્ટેશનના તત્કાલીન ઇન્ચાર્જ, આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલને કોંકણ રેન્જના આઇજી એ નોકરીમાંથી કાઢી મૂક્યા છે..
ગત 16 એપ્રિલની રાત્રે કોરોનાને કારણે લાગુ કરાયેલાં લોકડાઉન દરમિયાન પાલઘર જિલ્લામાં આવેલા ગઢચીંચોલે ગામમાં મુંબઈના કાંદીવલી થી સુરત જઈ રહ્યા હતા. ત્યારે ગામવાસીઓના એક ટોળાએ તેમને રોકીને, પોલીસની હાજરીમાં જ મારમારી મોતને ઘાટ ઉતાર્યા હતા. બે દિવસ બાદ આ ઘટનાનો વીડિયો વાયરલ થતા દેશભરમાં ભારે આક્રોશ ફેલાઇ ગયો હતો.
શરૂઆતમાં એવી દલીલ આપવામાં આવી હતી કે આ વિસ્તારમાં બાળકોને ઉપાડી જનારી ટોળકી ફરી રહી છે. એવી અફવાને પગલે સેંકડોની સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા…
પાલઘર સાધુ હત્યાકાંડ સંદર્ભે અત્યાર સુધી 154 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 11 સગીર વયના આરોપીઓ છે. આ બધા સામે હત્યા કરવા, સરકારી કર્મચારીને કામ કરતા રોકવા, જેવા ગુના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા હત્યાકાંડની તપાસ વ્યવસ્થિત રીતે ન થતી હોવાની ફરિયાદો ઉઠયા બાદ, આ કેસ CID ને આપવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધી ત્રણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com