ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
31 ઓગસ્ટ 2020
નેશનલ કોન્ફરન્સ ના નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ફારૂક અને ઓમર અબ્દુલ્લા એ એક સંયુક્ત મુલાકાતમાં કહ્યું છે કે, છેલ્લા એક વર્ષ પહેલાં કેન્દ્ર દ્વારા જમ્મુ-કાશ્મીરને લગતા બંધારણીય ફેરફારો દ્વારા 370 કલમ હટાવવામાં આવી છે. તે અમારી સાથે "દગો" થયો છે, અને આથી જ તેઓ આની સામે લડશે, રાજકીય અને કાનૂની બંને રીતે. પિતા પુત્રનું ભારપૂર્વક કહેવું કે તેમનો સંઘર્ષ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહેશે. કેન્દ્ર સરકારની મતવિસ્તારની ગણતરીની કવાયત અને આધિકારિક કાયદાઓને બદલવાના પ્રયત્નોને ખીણના લોકોએ નકારી દીધા છે. આથી અહીં કેન્દ્ર સરકાર ની નીતિઓ વધુ ટકશે નહીં.
શ્રીનગરના પોતાના સલામત નિવાસસ્થાન પર બેસીને વાત કરતા પિતા-પુત્રની જોડીએ કહ્યું કે, "કાશ્મીર મુળ ભારતનો ભાગ નથી અને તેઓ ભારતીય નથી પરંતુ કાશ્મીરી છે." અબ્દુલ્લાએ કેન્દ્ર શાસિત પ્રશાસન દ્વારા ચાલતા વહીવટ અંગે ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર બહારથી લાવીને લોકોને અહીં વસાવવાનું વિચારતી હોય તો તે અશક્ય છે. કારણ કે, સ્થાનિક કાશ્મીરીઓ માટે જ બહુ ઓછી જગ્યા બચી છે. કેન્દ્ર સરકારે વાતચીત માટે ના કોઈ રસ્તા ખુલ્લા રાખ્યા નથી..
નોંધનીય છે કે ગત 15 મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી હતું કે, સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી વિધાનસભા માટે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સંસદે અસરકારક રીતે કલમ 370 રદ કરી જેમાં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સાથે જ આર્ટીકલ 35 A દૂર કરી તેને કારણે સરકારી નોકરીઓ, સંપત્તિના માલિક, રહેવાસી બની શકાય તેવી નીતિ અમલમાં આવી હતી. યાદ રહે જમ્મુ કાશ્મીર અને લદાખ એમ બે વહીવટી એકમોમાં રાજ્યોનું પુનર્ગઠન કરી, બંનેને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતાં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com