ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
31 ઓગસ્ટ 2020
કાશ્મીરમાં સુરક્ષા દળોમાં આત્મહત્યા અને હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ વર્ષના પહેલા 8 મહિનામાં કાશ્મીરમાં 18 સૈનિકોએ આત્મહત્યા કરી છે. આર્મી, અર્ધલશ્કરી દળના સૂત્રોએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે છેલ્લાં એક વર્ષમાં કાશ્મીરમાં 19 સૈનિકોએ આત્મહત્યા કરી હતી. જ્યારે આ વખતે 8 મહિનામાં જ આપઘાતના આ આંક નજીક પહોંચી ગયા છે.
આ અંગેનું કારણ જણાવતા સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા કર્મચારીઓએ રોજ જરૂર કરતાં વધુ ફરજ બજાવવી પડે છે. તેઓને લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં, તેઓ માનસિક તાણ અને હતાશાથી પીડાવા લાગે છે. તેમાં પણ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં સીધા સામેલ થયેલા જવાનો વધુ તાણગ્રસ્ત હોય છે. ઘણી વખત તેમનું ધૈર્ય પણ તૂટી જાય છે.
આ વર્ષે આપઘાતનું એક મોટું કારણ કોરોના સંકટ પણ જણાયું છે. ખાસ કરીને સીઆરપીએફના બે કેસોમાં આ વાત સામે આવી છે. સીઆરપીએફના સબ ઈન્સ્પેક્ટરએ અનંતનાગમાં પોતાની સર્વિસ રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. સબ-ઇન્સ્પેક્ટરએ સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, 'હું ભયભીત છું. હું કોરોના પોઝિટિવ હોઈ શકું છું.' તે જ દિવસે સીઆરપીએફના એક સહાયક સબ ઈન્સ્પેક્ટરએ પણ શ્રીનગરમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
આ કેસો સામે આવ્યા બાદ શ્રીનગરમાં સીઆરપીએફના જનસંપર્ક અધિકારીએ કહ્યું કે સૈનિકોને તાણથી મુકત કરવા માટે સતત શિબિરો, સત્રો યોજવામાં આવે છે. આ સિવાય સવારની કસરતમાં માનસિક સ્વાસ્થ્યને લાભ થાય તેવી પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે જ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે તેમના સાથીદારોને લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવાની ફરજ ન પડે.
કાશ્મીરના માનસ ચિકિત્સકનું કહેવું છે કે દર મહિને ઘણા જવાનો તેમની પાસે માનસિક સમસ્યાઓની સારવાર માટે આવે છે. તેઓ સખત તાણ ભરેલી ડ્યૂટી અને સખત મહેનત અને લાંબા સમય સુધી કૌટુંબિક સમસ્યાઓ હલ ન કરી શકવાના કારણે યુવક તાણમાં રહે છે. આવી સ્થિતિમાં, તેઓ ક્યારેક આત્મહત્યાનો માર્ગ અપનાવે છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com