ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
31 ઓગસ્ટ 2020
કેદ્રિય શિક્ષણ વિભાગ ના આદેશ બાદ મહારાષ્ટ્રની યુનિવર્સિટીઓમાં ફાઈનલ યરની પરીક્ષા ઓક્ટોબરમાં લેવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રશ્નપત્રો એમસીક્યુ (પસંદગીના પ્રશ્નો) ફોર્મેટમાં હોઈ શકે છે. આ માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં અંતિમ પરીક્ષાઓ યોજવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી શકે છે, રવિવારે મળેલી કુલપતિની સમિતિની બેઠકમાં આ મુદ્દાઓ પર વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
મુંબઈ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સંભવત પેનલ ઓનલાઇન મોડમાં પરીક્ષાઓ યોજવાનું સૂચન કરશે. યુનિવર્સિટીઓને કોલેજના આચાર્યોને ઓનલાઇન પરીક્ષાની કેટલી શક્યતા છે તેનો અંદાજો કાઢવાનુ કહેવામાં આવી શકે છે. સામાન્ય રીતે 3 કલાકનું પેપર હોય છે. પરંતુ નિષ્ણાતો પરીક્ષાના સમયગાળાને એક કલાક જેટલો ઘટાડવાનું સૂચન પણ કરી શકે છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે "યુનિવર્સિટીઓને નવી પરીક્ષાની તૈયારી માટે સમયની જરૂર પડશે, તેથી 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા યોજવાનું શક્ય નથી" રાજ્યના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ પ્રધાન ઉદય સામંતે એક ટ્વિટમાં કેન્દ્રના અનલોકની માર્ગદર્શિકા પર સવાલ ઉઠાવ્યા હતા, કહ્યું કે “30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાઓ કેવી રીતે લઇ શકાય!? શાળાઓ અને કોલેજો લાંબા સમયથી બંધ છે. રાજ્ય સરકારો અને વિદ્યાર્થીઓએ શું કરવું એ અંગે કોઈ સ્પષ્ટતા નથી?”
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફાઈનલ યરની પરીક્ષાઓ લેવા માટેના શ્રેષ્ઠ વિકલ્પો તપાસવા માટે જ વી-સી પેનલની રચના કરી છે. આ પેનલમાં મુંબઇ, પુના, ઔરંગાબાદ, નાગપુર, નાંદેડ અને એસએનડીટી યુનિવર્સિટીઓનાં વાઇસ ચાન્સેલરો અને મુંબઈ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર તેમજ ઉચ્ચ અને તકનીકી શિક્ષણના ડિરેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતાં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com