ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
27 ઓગસ્ટ 2020
સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીનું નામ સૌથી વધુ હેડલાઇન્સમાં રહ્યું છે. તેની વોટ્સએપ ચેટ પણ વાયરલ થઈ હતી, જેમાં ડ્રગ્સ લેવાની વાત સામે આવી છે. સુશાંત કેસમાં હવે ડ્રગ એંગલની પણ તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન રિયા ચક્રવર્તીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે તેના પરિવારનું જીવન જોખમમાં હોવાનું કહ્યું છે. રિયા ચક્રવર્તીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
રિયાએ લખ્યું, 'આ મારા બિલ્ડિંગ કમ્પાઉન્ડની અંદરનો વીડિયો છે, આ વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહી છે તે મારા પિતા ઇન્દ્રજિત ચક્રવર્તી (નિવૃત્ત આર્મી ઓફિસર) છે. ઇડી, સીબીઆઈ અને તમામ તપાસ ઓથોરિટી સાથે અમે સહકાર આપવા તૈયાર છીએ. પરંતુ અમે અમારા ઘરની બહાર જવાનો પ્રયાસ કરીએ છીએ કે મીડિયા ની ભીડ ઘેરી વળે છે. મારું જીવન અને મારો પરિવાર જોખમમાં છે. અમે આ અંગે સ્થાનિક પોલીસ મથકે જાણ કરી છે, ત્યાં પણ ગયા હતાં, પરંતુ અમને કોઈ મદદ મળતી નથી. હું મુંબઈ પોલીસને વિનંતી કરું છું કે અમને સુરક્ષા આપવામાં આવે જેથી અમે આ તપાસ એજન્સીઓને સહકાર આપી શકીએ.." #safetyformyfamily
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com