ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
26 ઓગસ્ટ 2020
રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા ઘર ખરીદનારાઓના હકમાં એક આદેશ આપવામાં આવ્યો છે. જ્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનનો પાણી પુરવઠો સુધરે નહીં, ત્યાં સુધી કોઈ પણ પ્રોજેક્ટને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો પૂરો પાડવાની ફરજ બિલ્ડીંગ ડેવલપર ની છે. પાર્ટ ઓસી (ઑક્યુપેશન સેર્ટિફિકેટ) પ્રાપ્ત કરનાર પ્રોજેક્ટ માટે પણ આ નિયમ લાગુ થશે. એવો આદેશ મહારાષ્ટ્ર રેરા દ્વારા આપવામાં આવ્યો છે.
બિલ્ડિંગને પાર્ટ ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) પ્રાપ્ત થયું, હોવા છતાં, ખરીદારે ફ્લેટનો કબજો લેવાની ના પાડી દીધી હોય એવી ઘટના રેરા સામે આવી હતી. પોતાની ફરિયાદ માં ગૃહમાલિકે જણાવ્યું હતું કે "પાર્ટ ઓસી મેળવનાર બિલ્ડરે પાણી પુરવઠો નિયમિત થયાં વગર ઘરનો કબજો લેવા કહ્યું હતું. પણ પોતે પાણીની સગવડ કરી આપશે એવું જણાવ્યું ના હતું.." ઘણા લોકોનો અનુભવ છે કે ઓસી મળતાં જ ઘરનો કબજો લઈ લીધો હોય પરંતુ તેઓ પાણીની અસુવિધાનો સામનો કરી રહયાં હોય છે. આથી પાણી પુરવઠા અંગે ડેવલપર દ્વારા બાહેદારી ન આપવામાં આવતાં બિલ્ડરની ફરિયાદ રેરામાં કરવામાં આવી હતી. જેથી આ મામલે સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર રેરાએ તમામ બિલ્ડએરો માટે પાણી પૂરું પાડવાનું કહેવામાં આવ્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com