ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
26 ઓગસ્ટ 2020
તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બનેલા સી.આર.પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી હેઠળ 38 હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ થયેલા સભ્યોએ હમણાં જ થઈ ગયેલી નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટનો અનાદર કર્યો હતો.
આ કાર્યવાહી અંગે સી.આર.પાટીલે કહ્યું હતું કે "ભારતીય જનતા પાર્ટી શિસ્ત અને અનુશાસન વાળી પાર્ટી છે. જે સશક્ત-નિ:સ્વાર્થ-સમર્પિત રાષ્ટ્રભાવનાને વરેલી છે.” આથી જ જ્યારે પક્ષમાં કોઈ કાર્યકર્તા કે અન્ય પ્રમુખો દ્વારા પક્ષ વિરોધી કાર્ય અથવા મેન્ડેટનો અનાદર કરશે ત્યારે, આવા પ્રમુખો અને કાર્યકરો સામે પક્ષ આકરા પગલાઓ લેશે. એમ પણ જણાવ્યું હતું..
ગુજરાત ભાજપ દ્વારા 24 ઓગસ્ટ 2020 ના રોજ યોજાયેલી નગરપાલિકાની પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કર્યા બદલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તાત્કાલિક 38 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. જેમાં સાબરકાંઠામાં 2, પાટણમાં 4, બનાસકાંઠામાં 3, કચ્છમાં 13, રાજકોટમાં 14 અને ભાવનગરમાં 2 પ્રમુખોનો સમાવેશ થાય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com