ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
26 ઓગસ્ટ 2020
વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) એ વિશ્વની સૌથી અગ્રણી હિંદુવાદી સંસ્થા છે. વીએચપી હિન્દુઓ વચ્ચેના જાતિ ભેદભાવને નાબૂદ કરવા માટે રાત-દિવસ કામ કરી રહી છે. જેના સારા પરિણામો હવે જોવા મળી રહયાં છે. થોડા દિવસો અગાઉ 2500 દલિતો વિવિધ મંદિરોમાં સક્રિય થયા હોવાના સમાચારો હતાં. વિહિપ ના પ્રયત્નોથી તૈયાર થયેલાં ઘણા પૂજારીઓ, સરકારની દેખરેખ હેઠળ સંચાલિત મંદિરોની પેનલમાં જોડાઇ રહ્યા છે.
અત્યાર સુધી માન્યતા હતી કે હિન્દુ ધર્મમાં, પૂજારીઓ હંમેશા ઊંચી જાતિના- સવર્ણો જ હોય છે. દલિત અથવા નીચી જાતિમાંથી કોઈ મંદિરના પૂજારી કે કાર્યકર બની શકતા નથી. આ વાતને વીએચપીએ એક પડકાર તરીકે લીધી હતી.
એકલાં તમિલનાડુમાં જ 2500 થી વધુ દલિત પૂજારીઓ સક્રિય છે. વી.એચ.પી. ના 2 આંતરિક વિભાગ, 'પૂજા અર્ચના પુરોહિત વિભાગ' અને 'સામાજિક સંવાદિતા વિભાગ' તાલીમ આપે છે અને તેમને સંપૂર્ણ પરંપરા અને સંસ્કૃતિ સાથે હિન્દુ દેવોની પૂજા કરવાની પદ્ધતિ શીખવે છે. જે બાદ વીએચપી પરીક્ષા લે છે, અને પાસ થનારને પ્રમાણપત્ર આપવામાં આવે છે. વીએચપી અહીં અટક્યુ નથી, તેણે માંગણી કરી કે બધા હિન્દુઓ માટે એક દાખલો બેસાડવા, રામ મંદિરમાં દલિત પુરોહિતની નિમણૂક થવી જોઈએ…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com