ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
25 ઓગસ્ટ 2020
કોરોના ને લીધે ચીનમાં મંદી હોવાની વાત જુઠી સાબિત થાય એવી એક ઘટના ચાઇના માં નોંધાઇ છે. ચીનમાં શુભ મનાતા એક ખાસ અંક વાળા મોબાઈલ નંબર ની ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી. આમાં વિજેતાએ આ મોબાઈલ નંબર મેળવવા માટે 2.25 મિલિયન યુયાન એટલે કે $300,000 લાખ ડોલરમાં ખરીદ્યો હતો. આ મોબાઈલ નંબર મા સંખ્યાને અંતે પાંચ વાર 8 અંક આવતો હતો. જેને મેન્ડરિન ભાષામાં સમૃદ્ધિ માટે નો શુભ અંક માનવામાં આવે છે. આથી જ આ લકી નંબર મેળવવા માટે કુલ 5000 જેટલા લોકોએ ઓનલાઇન બોલી લગાવી હતી.
ફોન વપરાશકારો, ખાસ કરીને વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો નંબરના અંતમાં પાંચ વાર 8 આવે એ મેળવવા માટે મોટુ પ્રીમિયમ ચૂકવીને પણ ખરીદવા તૈયાર હોય છે. કારણ કે આ નંબરને તેઓ વેપાર ધંધા માટે લકી નંબર ઘણી છે. ચીનમાં કોઈપણ નંબરના અંતમાં આઠ અંકની એટલી બધી શુભ માન્યતા છે કે ચીન સરકારે ખાસ 2008 માં ઓલમ્પિક રમતો નું આયોજન પોતાને ત્યાં કર્યું હતું અને તે પણ 8 ઓગસ્ટના દિને. આમ 8 તારીખ, 8 મો મહિનો અને 2008 માં વર્ષને ધ્યાનમાં રાખીને ચીન સરકારે ઓલમ્પિક રમતો યોજી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com