મુંબઈ લોકલ ટ્રેનમાં ક્યૂઆર કોડ સાથે નકલી આઈડી કાર્ડ લઇને મુસાફરી કરતી મહિલા પકડાઈ… જાણો વિગતે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

22 ઓગસ્ટ 2020

મુંબઈમાં હાલ માત્ર જરૂરી સેવા સાથે સંકળાયેલા લોકોને જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. એવા સમયે નકલી ક્યૂઆર કોડ સાથે મુસાફરી કરતી એક 21 વર્ષની મહિલાની, સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી) એ શુક્રવારે અટક કરવામાં આવી હતી. નાલાસોપારામાં રહેતી મહિલાને ગુરુવારે પશ્ચિમ રેલ્વેના બોરીવલી સ્ટેશનથી અટક કરવામાં આવી હતી. જીઆરપી અનુસાર, ઇલેક્ટ્રોનિક કામ કરતી મહિલા સામે આઈપીસીની કલમ હેઠળ છેતરપિંડી, બનાવટ, અસલી બનાવટી દસ્તાવેજ તરીકે ઉપયોગ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

હાલમાં, રાષ્ટ્રિયકૃત બેંકના કર્મચારીઓ, BMC જેવા કેટલાક અન્ય કેન્દ્ર સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલાં કર્મચારીઓને ફક્ત કટોકટી અને આવશ્યક સેવા કર્મચારીઓને કોવિડ 19 રોગચાળોને ધ્યાનમાં રાખીને ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે.

ખોટા ક્યૂઆર કોડ સાથે ફરતી મહિલા પાસે જ્યારે ટિકિટ તપાસકર્તાએ ટીકીટ માંગી ત્યારે એ આશ્ચર્ય ચકીત થઈ ગઈ હતી. કારણ કે ક્યૂઆર કોડવાળુ બનાવટી ઓળખકાર્ડ બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના કર્મચારીના નામે રેલ્વે સિસ્ટમમાં નોંધાયેલ હતું. જ્યારે ટિકિટ ચેકરે કોડ સ્કેન કર્યો, ત્યારે તે અધિકૃત ન હોવાનું જાણવા મળતાં તરત જ તેને જીઆરપીના હવાલે કરી દીધી હતી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *