સુશાંત સિંહ રાજપૂત કેસમાં ચોંકાવનારો ખુલાસો: રિયા અને મહેશ ભટ્ટ વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ થઈ વાયરલ

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

21 ઓગસ્ટ 2020

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોતની તપાસ હવે CBIને સોંપી દેવાઈ છે. CBIની ટીમ તપાસ માટે મુંબઈ આવી ને તપાસ શરુ કરી દીધી છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે રિયા 8 જૂને સુશાંતના કહેવા પર તેના ઘરની બહાર નીકળી ગઈ હતી. રિયા ચક્રવર્તીએ તેના એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે 8 જૂનના રોજ સુશાંતે તેને ઘર છોડીને જવા માટે કહ્યું હતું કારણ કે તેની બહેન મીતૂ સિંહ આવી રહી હતી. પણ હવે મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટ સામે આવી છે. આ ચેટ 8 જૂને રિયાએ સુશાંતનું ઘર છોડ્યું તે વખતની છે.

 

રિયાએ મહેશ ભટ્ટને લખ્યું હતું, ‘આયશા(રિયાની ફિલ્મ જલેબીમાં તેના પાત્રનું નામ) આગળ વધી ગઇ છે સર, ભારે દિલ અને શાંતિની સાથે. તમારી સાથેની અંતિમ વાતચીતે મારી આંખો ખોલી દીધી છે. તમે મારા એન્જલ છો. તમે ત્યારે પણ હતા અને આજે પણ છો.’ રિયાના  મેસેજનો મહેશ ભટ્ટે રિપ્લાઇ આપ્યો, હવે પાછળ ફરીને જોતી નહીં. તારા પિતાને મારો પ્રેમ આપશે. હવે તે ખુશ થશે. રિયાએ મુંબઈ પોલીસને દાવાની સાથે કહ્યું હતું કે સુશાંતે તેને ઘર છોડીને જવા માટે કહ્યું હતું કારણ કે તેના પિતા બંનેના સંબંધથી ખુશ નહોતા. રિપોર્ટ અનુસાર મહેશ ભટ્ટે પણ રિયાને સુશાંત સાથે સંબંધ ખતમ કરવાની સલાહ આપી હતી. રિયાએ મહેશ ભટ્ટને લખ્યું, તમે ફરી મને આઝાદ કરી, તમે મારા જીવનમાં દેવદૂત જેવા છો. તો મહેશ ભટ્ટ રિયાને પોતાની દીકરીની જેમ ગણાવી રહ્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે કે તેણે આટલી હિંમત દેખાડી છે.

જોકે આ વોટ્સએપ ચેટ સામે આવી તે પહેલા રિયાના વકીલે કહ્યું હતું કે, રિયા પોતે સુશંતાના ડિપ્રેશનને લઇ પરેશાન હતી. તેને પણ તણાવ લાગવા લાગ્યો હતો. તે સુશાંતને છોડવા માટે પણ તૈયાર નહોતી. પરંતુ હવે રિયા અને મહેશ ભટ્ટની વોટ્સએપ ચેટથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રિયા સુશાંતની સાથે ખુશ નહોતી અને મહેશ ભટ્ટના કહેવા પર તેણે સુશાંત સાથેના સંબંધનો અંત આણ્યો હતો…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More