ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ઓગસ્ટ 2020
મુંબઈમાં જૈન સમાજના લોકો પર્યુષણની પ્રાર્થના મુંબઈના 3 જૈન મંદિરોમાં 2 દિવસ માટે કરી શકશે.. સુપ્રિમ કોર્ટે શુક્રવારે ભક્તોને કેન્દ્રની કોવીડ -19 માર્ગદર્શિકાને અનુસરતા 22 અને 23 ઓગસ્ટના રોજ મુંબઈના દાદર, ભાયખલા અને ચેમ્બુરના ત્રણ જૈન મંદિરોમાં પર્યુષણ પ્રાર્થના કરવાની મંજૂરી આપી છે. દાદર, ભાયખલા અને ચેમ્બુર સ્થિત જૈન દેરાસરોને આવતી કાલે 22 અને 23 ઓગસ્ટે પર્યુષણ પૂજા માટે ખોલવાની પરવાનગી આપી છે. પરંતુ, આ સમય દરમિયાન પણ કોરોના સંબંધિત કેન્દ્રની તમામ સૂચનાનું પાલન કરવું પડશે. એમ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે.
શુક્રવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ના એસ.એ. બોબડેએ પોતાના ચુકાદામાં કહ્યું કે "જૈન દેરાસરોમાં પૂજા કરવાની મંજૂરીને ગણપતિ ઉત્સવ અથવા અન્ય કોઈ ધાર્મિક સમારોહના આયોજન માટેની પરવાનગીનો આધાર બનાવવામાં આવશે નહીં.. આ 3 દેરાસરો સિવાય બાકીના મંદિરોમાં પૂજા-અર્ચના અથવા કોઈ પ્રસંગ યોજવા દેવામાં આવશે નહીં." સુપ્રીમ કોર્ટે મંદિર મેનેજમેન્ટને કડક શબ્દોમાં જણાવ્યું કે "તેઓ એસઓપી અને કોરોના સંબંધિત સરકારના માર્ગદર્શિકાનું પાલન કરશે."
ઉલ્લેખનીય છે કે અગાઉ બોમ્બે હાઇ કોર્ટે પર્યુષણ માટે જૈન મંદિરો ખોલવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો અને સુપ્રીમ કોર્ટે પણ માત્ર દાદર, ભાયખલા અને ચેમ્બુરના 3 જ દેરાસરોને બે દિવસ ખોલવાની મંજૂરી આપી છે. એ સિવાયના મુંબઈના બીજા મંદિર, દેરાસરો બંધ જ રહેશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com