ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ઓગસ્ટ 2020
મુંબઈમાં આ વર્ષે ગણપતિના આગમન ટાણે ભારે વરસાદની આગાહી છે. ભારત હવામાન વિભાગ (આઇએમડી) ના સત્તાધિકારીઓએ યલો અને અમુક વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે – શુક્રવારે મુંબઈ અને પાલઘર, થાણાનાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આવતી કાલ, શનિવારથી મહારાષ્ટ્રમાં વાર્ષિક 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે. એવા સમયે રત્નાગીરી, રાયગઢ, પુના અને સાતારા જિલ્લામાં વીકએન્ડ સુધી ભારેથી ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ પહેલેથી જ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
મુંબઇ વેદ્ય શાળાએ ગુરુવારે જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ, છત્તીસગ અને ઝારખંડની બાજુમાં આવેલા ઓડિશા થઈને, અરબી સમુદ્ર ઉપર નીચા દબાણવાળી હવાના પ્રેશર ને કારણે, આગામી ત્રણ-ચાર દિવસમાં પશ્ચિમ દિશા તરફ વરસાદ સક્રિય થવાની સંભાવના બની છે.
આમ પણ મુંબઈમાં ગુરુવારથી હળવો વરસાદ સક્રિય છે. દક્ષિણ મુંબઈમાં 26.8 મિલીમીટર (મીમી) વરસાદ થયો હતો, જ્યારે પરામાં સવારે 8:30 થી સાંજ 5:30 દરમિયાન 15.4 મીમી વરસાદ નોંધાયો હતો. શહેર અને તેના ઉપનગરોમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવો વરસાદ પડ્યો છે. હવામાન બ્યુરોએ ચેતવણી પણ આપી હતી કે સપ્તાહના અંતે દરિયાકાંઠે અને કિનારે 45-55 કિલોમીટર પ્રતિ કલાક ના ઝડપે પવન ફૂંકાશે. જે વિસ્તાર માટે નારંગી ચેતવણી જારી કરવામાં આવી છે તેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા, સ્થાનિક પૂર અને ઘરો અને રસ્તાઓને નજીવા નુકસાનની સંભાવનાઓ છે. એમ પણ હવામાન ખાતા દ્વારા કહેવામાં આવ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com