ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ઓગસ્ટ 2020
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ટાઈટલ સ્પોન્સરશિપના અધિકાર ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ 'ડ્રીમ-11'ને આપવામાં આવ્યા છે. ડ્રીમ-11 એ 222 કરોડ રૂપિયામાં આઈપીએલના સ્પોન્સરશિપ અધિકાર ખરિદી લીધા છે. આ અંગે આઈપીએલના ચેરમેન બૃજેશ પટેલે જણાવ્યું હતું કે, આઈપીએલ 2020 ટાઈટલ સ્પોન્સરશિપના અધિકાર ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ-11ને 222 કરોડમાં આપવામાં આવ્યા છે.
નોંધપાત્ર વાત છે કે આ પહેલાં ચીનની મોબાઈલ કંપની વીવો આઈપીએલ-2020ની ટાઈટલ સ્પોનસર કંપની હતી પરંતુ લદ્દાખ ખાતે ચીન સાથે થયેલી અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થતાં ચીનની સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ચીનની કંપનીઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ વિવોની સ્પોન્સરશિપને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટાટા ગ્રૂપ, ડ્રીમ-11, અનએકેડમી અને બાયજૂ જેવી કંપનીઓ સ્પોન્સરશિપ બનવાની રેસમાં સામેલ થઈ હતી. અનએકેડમીએ 21 કરોડ, ટાટા ગ્રૂપે 180 કરોડ અને બાયજૂએ 125 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રીમ 11 એ 250 કરોડની બિડ જીતી હતી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com