ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ઓગસ્ટ 2020
મહારાષ્ટ્ર માં સંપત્તિ નોંધણીઓ વખતે થતી સ્ટેમ્પ ડ્યુટીમાં 2 થી 3 % નો ઘટાડો થઈ શકે છે. રાજ્યના મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાટના જણાવ્યા મુજબ આનાથી મંદ પડેલા રિયાલિટી સેકટરમાં વ્યવહારોને વેગ મળે તેવી સંભાવના છે.
“ડેવલપર્સ સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કરવાની માંગણી કરી રાહયા છે. હમણાં સુધી, રાજ્યભરમાં સ્ટેમ્પ ડ્યૂટી 5 % છે, અને અમે તેને 2-3 % ઘટાડવાનું વિચારી રહ્યા છીએ. આ મહિનાના એટલે કે ઓગસ્ટ ના અંતમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે." એમ મહેસુલ પ્રધાને જણાવ્યું હતું.
બિલ્ડરો સાથે વાટાઘાટો કર્યા બાદ, જનતાની ખરીદ શક્તિને ધ્યાન માં લઈ વાસ્તવિક પરીક્ષણ પછી તૈયાર કરેલા દરો ઓગસ્ટ-અંત સુધીમાં લાગુ કરવામાં આવશે, એમ ડેવલપર્સ ના સંગઠન ક્રેડાઇએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, "જો સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવામાં આવે તો લોકો સંપત્તિ અંગે ઝડપથી નિર્ણય કરી શકે છે કેમ કે આવી ચુકવણી માટે જરૂરી રોકડ રકમ ઓછી થઈ જશે."
એક બિલ્ડર ના જણાવ્યાં મુજબ કામદારોના અભાવને કારણે બાંધકામને અસર થઈ છે, કેમ કે રાજ્ય સરકારે અનલોક લાગુ કર્યા પછી પણ મોટાભાગના પરપ્રાંતીય મજૂરો પરત ફર્યા નથી. હાલ રીયાલીટી સેકટરમાં ખૂબ મંદી જોવાં મળી રહી છે એવા સમયે સ્ટેમ્પ ડ્યૂટી માં 2 થી 3 % પણ રાહત મળશે ટોહ સામાન્ય માણસનું ઘરનું સપનું પૂરું થશે એમ કહી શકાય..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com