ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 ઓગસ્ટ 2020
દહીસર અને મલાડએ કોરોના સંક્રમણ ને કાબુમાં લેવામાં સફળતા મેળવી છે. પરંતુ, શહેરના 24 વોર્ડમાંથી બોરીવલી જ કોરોનાના 1,000 કરતાં વધુ એક્ટિવ કેસ ધરાવતો એક માત્ર બોર્ડ બચ્યો છે. મેડિકલ ગાઈડલાઈન નું પાલન કરવાની કડક સૂચના બીએમસી એ આપી છે. કારણ કે 80 ટકાથી વધુ કેસ આજ વિસ્તારની બિલ્ડિંગોમાંથી આવી રહ્યા છે.
મુંબઈ શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા અંદાજે 20 હજાર કરતા ઓછી છે. અંધેરી, વિલેપાર્લે, મલાડ, દાદર, ધારાવી ભાંડુપ જેવા વિસ્તારોમાં માર્ચ મહિનાથી થી કેસની સંખ્યા વધુ હતી. પરંતુ, ધીમેધીમે આ વિસ્તારોમાં ડબલીંગ રેટ ઘટ્યો છે, અને ઉપરોક્ત વિસ્તારોમાં હવે એક્ટિવ કેસ એક હજાર કરતાં પણ નીચા રહ્યા છે.
જુલાઈમાં આ વિસ્તારના ઝૂંપડપટ્ટીઓ અને ઇમારતોમાં સૌથી વધુ સંખ્યામાં કેસ ધરાવનાર મલાડમાં પણ અત્યારે માત્ર 673 દર્દીઓ રહ્યા છે, એમ બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું. "કોરોના ના પ્રારંભિક લક્ષણો દેખાતાં જ લોકોએ હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ અને તેને લગતી સારવાર લેવામાં થોડો પણ વિલંબ કરવો જોઈએ નહીં" એમ પણ મનપા અધિકારીએ જણાવ્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com