ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 ઓગસ્ટ 2020
કોરોના ને કારણે દેશભરના તમામ ધાર્મિક સ્થળો બંધ છે. આગામી 15 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ સુધી જૈન સમાજનો સૌથી મહત્વનો તહેવાર પર્યુષણ શરૂ થઇ રહ્યો છે. જૈન સમાજ દ્વારા પર્યુષણ ના દિવસો દરમિયાન દેરાસરો અને ઉપાશ્રયો ખોલવા દેવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાને કારણે પર્યુષણ મહાપર્વ દરમિયાન જિનાલયો તથા ઉપાશ્રયો ખોલવાની મંજૂરી સરકારે આપી નથી.
મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે 'દેરાસરો અને ઉપાશ્રયો ખુલ્લા મુકવામાં આવે તો કોરોનાનો સામૂહિક ચેપ ફેલાવાની પ્રબળ સંભાવના રહેલી છે.' તેમાં પણ મુંબઈમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. એવા સમયે, જ્યાં સૌથી મોટી સંખ્યામાં ગીરદી થતી હોય એવા કોઈ પણ પર્વ કે પ્રસંગને સરકાર તરફથી પરવાનગી આપવામાં આવતી નથી. સરકાર દ્વારા તર્ક આપવામાં આવ્યો હતો કે તાજેતરમાં જ ગયેલા ધાર્મિક અવસરો જેવા કે પંઢરપુરની પાલખી યાત્રા, ઈદ, દહીં હાંડી અને આગામી ગણેશોત્સવ માટે પણ સરકારે પરવાનગી આપી નથી.
મહારાષ્ટ્ર સરકારની તર્કબદ્ધ રજૂઆત બાદ બોમ્બે હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો છે અને આ બાબતની સુનાવણી સપ્ટેમ્બર મહિના પર મોકૂફ રાખી છે. આથી હવે પર્યુષણ દરમિયાન જૈન ભક્તોએ પોતાના ઘરમાં જ બેસીને સેવા, સ્વાધ્યાય કરવો પડશે. નોંધનીય છે કે ગત 7મી ઓગસ્ટે દેરાસરો ખોલવાની માંગ જૈન સમુદાયે કરી હતી. જે માટે બોમ્બે હાઇકોર્ટમાં એક અરજી પણ દાખલ કરી હતી. પરંતુ, કોર્ટ તરફથી પણ હાલ કોઇ રાહત આપવામાં આવી નથી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com