ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ઓગસ્ટ 2020
દિલ્હીના આર્મી રિસર્ચ એન્ડ રેફરલ (R&R) હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા તાજા સમાચાર મુજબ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત હજુ પણ ગંભીર છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે. મેડિકલ બુલેટિનનમાં હોસ્પિટલે ઉમેર્યું કે ' મુખર્જીની હાલત હેમોડાયનેમિકલી સ્થિર છે અને વેન્ટિલેટર પર છે." ડોકટરોની શિસ્તબદ્ધ ટીમ દ્વારા મુખરજીના સ્વાસ્થ્ય પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે.
પ્રણવ મુખરજી (84) ને સોમવારે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક મગજની સર્જરી કરવી પડી હતી. આ સાથે જ તેમનો કોરોના વાયરસ રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.
મંગળવારે હોસ્પિટલે જણાવ્યું હતું કે માથાની સર્જરી બાદ કર્યાં બાદ પ્રણવ મુખર્જીની તબિયત વધુ બગડી છે. તેમના મગજમાં લોહી ગંઠાઈ જવાના કારણે સર્જરી કરવી પડી હતી. જાણવા મળ્યાં મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ આકસ્મિક રીતે તેમના બાથરૂમમાં લપસી પડ્યા હતાં. જેને લીધે લોહી માથાની નસમાં થીજી ગયું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com