ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ઓગસ્ટ 2020
ભૂતપૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડો મનમોહન સિંહે દેશમાં વ્યાપ્ત આર્થિક મંદી વિશે ચિંતા વ્યક્ત કરી છે. કોરોના નામની મહામારીએ દેશના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. ઉદ્યોગ-ધંધા અને સર્વિસ સેક્ટર ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આવી બેરોજગારી ને લઇ મનમોહનસિંહે આર્થિક સંકટને દૂર કરવા ત્રણ પગલાં સૂચવ્યા છે.
1) સરકારે સૌથી પહેલા એ નિશ્ચિત કરવાનું કહ્યું છે કે લોકોની આજીવિકા સુરક્ષિત રહે અને ખર્ચની ક્ષમતાને સીધી આર્થિક મદદ મળી રહે..
2) સરકારે સરકારી ક્રેડિટ પ્રોગ્રામો દ્વારા વેપાર અને ઉદ્યોગ ધંધાને પુરતી મૂડી ઉપલબ્ધ કરાવવી જોઇએ.
3) સરકારે સંસ્થાકીય સ્વાયત્તતા અને પ્રક્રિયાઓ દ્વારા નાણાકીય ક્ષેત્રમાં સુધારો કરવો જોઈએ.
મનમોહનસિંહે વધુમાં જણાવ્યું કે 'કોરોના જેવી મહામારીને કારણે દેશમાં આર્થિક સંકટ આવવું નિશ્ચિત છે પરંતુ આને આર્થિક હતાશા નહીં કહી શકાય. વિકાસશીલ દેશ માટે આ એક દુર્લભ ઘટના છે. ગંભીર બેકારીને કારણે આખી પેઢી ખોવાઈ શકે છે.' પોતાના ઈન્ટરવ્યુમાં મનમોહનસિંહે વધુ જણાવ્યું કે 'ભારતનું અર્થતંત્ર વૈશ્વિક આર્થિક પ્રવાહો સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલું છે. આથી વિશ્વના આર્થિક ગતિ પ્રવાહની અસરો પણ ભારત પર થયા વિના રહેશે નહીં.'
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com